Western Times News

Gujarati News

૧૭૬ દેશમાં કોરોનાનો આતંક હજુ જારી : વુહાનમાં શુન્યકાળ

બેઝિંગ: દુનિયાના ૧૭૬થી વધુ દેશોમાં કાળો કેર વર્તાવી રહેલા જીવલેણ કોરોના વાયરસના કારણે હજુ સુધી ૮૯૬૯ લોકોના મોત થઇ ચુક્યા છે અને ૨૧૯૩૩૨ કેસો સપાટી પર આવ્યા છે.મોતનો આંકડો ક્યાં જઇને અટકશે તે વાત કરવી હાલમાં મુશ્કેલ છે. કારણ કે દુનિયાના દેશોમાં ૬૮૧૪થી વધુ દર્દીઓ તો ગંભીર હાલતમાં છે. જેથી મોતનો આંકડો ખુબ વધારે પહોંચનાર છે.

દુનિયાના દેશોમાં કોરોના વાયરસને રોકવા માટે લેવામાં આવી રહેલા યુદ્ધના ધોરણના પગલાના કારણે રિક્વર થયેલા લોકોની સંખ્યા પણ વધીને ૮૫૭૪૫ થઇ ગઇ છે. જા કે  સ્થિતી  સુધારવામાં હજુ સમય લાગી શકે છે. બીજી બાજુ ચીનમાં કોરોના વાયરસ હવે કાબુમાં છે. છેલ્લા ૨૪ કલાકમાં આઠ નવા લોકોના મોત થયા છે. જ્યારે નવા કેસોની સંખ્યા ૩૪ નોંધાઇ છે. કુલ કેસોની સંખ્યા ચીનમાં હવે ૮૦૯૨૮ રહેલી છે. ચીનમાં ગંભીર રીતે અસરગ્રસ્ત રહેલા દર્દીઓની સંખ્યા ૨૨૭૪ નોંધાઇ છે.

કોરોના વાયરસના ગઢ અને મુખ્ય કેન્દ્ર રહેલા ચીનના વુહાનમાં કોરોનાનો હવે કોઇ કેસ નોંધાયો નથી. જે ચીન માટે અને રાહતના સમાચાર છે. વુહાનમાં કોઇ કોરોના કેસ નોંધાયો નથી. વુહાન અને હુબેઇ પ્રાંત ૨૩મી જાન્યુઆરીથી બંધ છે. હવે કારોબાર શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. વુહાન હુબેઇ પ્રાંતમાં સ્થિતિ  છે. વુહાનમાં એક કરોડ ૧૦ લાખ લોકો રહે છે. જ્યાંથી કોરોના વાયરસની શરૂઆત થઈ હતી તે ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસે હવે વિદાય લઈ લીધી છે. ચીન સરકારના કઠોર પગલા તથા તકેદારીના લીધે સ્થિતિ માં સુધારો થયો છે. કોરોના વાયરસનો કાળો કેર દુનિયાના દેશોમાં જારી રહ્યો છે. હોંગકોગ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, અમેરિકા, તાઇવાન, મલેશિયા અને જર્મની સહિતના દેશો વાયરસના સકંજામાં આવી ગયા છે. કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. દરરોજ કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. ગંભીર રીતે બિમારીના સકંજામાં રહેલા લોકોની સંખ્યા હજારોમાં છે.જે કુલ કેસોના ૨૧ ટકા જેટલી છે.

વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાં સફળતા હાથ લાગી રહી નથી. ભારે હાહાકાર જારી છે. મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ચીનમાં સ્થિતિ  ધીમે ધીમે કાબુમાં આવી રહી છે. ચીનમાં નવા કેસો અને મોતનો આંકડો ઝડપથી ઘટી રહ્યો છે. જે સંકેત આપે છે કે ચીનમાં કોરોના પર અંકુશ મુકવામાં હવે સફળતા મળી રહી છે. જે ત્યાંના લોકો માટે મોટી રાહતની બાબત છે. કોરોના વાયરસના કારણે ચીનમાં જે વિસ્તારો સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે.

કોરોના વાયરસને લઇને ઇન્ફેક્શન દુનિયાના દેશોમાં ફેલાઇ રહ્યો છે. ત્યારે સાવચેતીના તમામ પગલા દુનિયાના દેશો લઇ રહ્યા છે. ચીન, ઇટાલી, ઇરાન, સ્પેન સહિતના દેશો હાલમાં સૌથી પ્રભાવિત વિસ્તારો પૈકી એક તરીકે છે. અમેરિકામાં પણ કેસોની સંખ્યા પાંચ હજારની નજીક પહોંચી ગઇ છે. કોરોના વાયરસના કારણે અમેરિકા, કોરિયા અને ઇટાલીમાં પણ ભારે હાહાકાર મચેલો છે.

આવી  સ્થિતીમાં મોતનો આંકડો ખુબ વધારે જઇ શકે છે. ચીન સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં વાયરસ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી. જે દર્દી ગંભીર છે તે પૈકી અનેક જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસો સપાટી પર આવી રહ્યા છે જે સાબિત કરે છે કે કઇ રીતે આ વાયરસે આતંક મચાવી દીધો છે.ચીનમાં ખતરનાક સાબિત થઇ રહેલા કોરોના વાયરસના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. કોરોના વાયરસના કારણે દહેશત અકબંધ છે. કોરોના વાયરસના કારણે હાલમાં Âસ્થતીમાં સુધારો થાય તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે.

દેશમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો. કોરોના વાયરસને રોકવા માટે હવે દુનિયાના દેશો ચીન પાસેથી બોધપાઠ મેળવે તે જરૂરી છે.ચીનમાં સ્થિતી  સુધરી રહી છે. યુરોપ અને અન્ય દેશોમાં કેસોની સંખ્યા વધારે ઝડપથી વધી રહી છે. દુનિયાના દેશોમાં હાલમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેના પર કાબુ મેળવી લેવામાં હજુ સુધી સફળતા મળી રહી નથી. માત્ર ચીનમાં જ નહીં બલ્કે દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. જેમાં ભારત પણ સામેલ છે. અલબત્ત નવા કેસોની સંખ્યા ઘટી છે પરંતુ હજુ કેસો દરરોજ હજારો નોંધાઇ રહ્યા છે. જાપાનમાં પણ કોરોના વાયરસના કારણે ભારે દહેશત છે. તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. હવે ચીન કરતા ઇરાન અને ઇટાલીની હાલત ખરાબ થઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.