Western Times News

Gujarati News

રાજસ્થાન માંથી કોરોના રાજ્યમાં પ્રવેશે તે પહેલા અરવલ્લી વહીવટી તંત્ર સજ્જ

જીલ્લા ની સરહદો પર દર્દીઓ અને પ્રવાસીઓનું સ્ક્રીનિંગ

કોરોના વાયરસે આખી દુનિયામાં દહેશત ફેલાવી છે. આ જીવલેણ વાયરસના કારણે અત્યાર સુધી દુનિયાભરમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. ખતરનાક વાયરસના સતત વધી રહેલા જોખમને જોતા દરેક કેન્દ્ર અને રાજ્ય સરકાર સાવચેતીના પગલા ભરી રહી છે.અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સાબદું બન્યું છે રાજસ્થાન ને અડીને આવેલી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પર થી ગમે તે ઘડીએ કોરોના વાઈરસ જીલ્લામાં ઘર કરી જવાની દહેશત પેદા થતા આરોગ્ય તંત્ર દ્વારા  તમામ સરહદો  પર થી જીલ્લામાં પ્રવેશતા મુસાફરોમાં સર્વે ની કામગીરી અને સ્ક્રીનિંગ ની તાપસ ચેકીંગ સેન્ટર શરુ કરવામાં આવ્યા છે

અરવલ્લી જીલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર કોરોના વાઈરસ અટકાવવા સતત જિલ્લાની તમામ પરિસ્થિતિનું ધ્યાન રાખી રહ્યા હોવાની સાથે ડિઝાસ્ટર શાખા કચેરીમાં કંટ્રોલ રૂમ શરુ  કરવામાં આવ્યો છે  કોરોના વાઈરસના ભયને ખાળવા જન જાગૃતિ માટે આઇ.ઇ.સી. કરવામાં આવેલ છે. બીજા રાજ્યમાંથી આવતા પેસેન્જર્સનું ગુજરાતની સરહદમાં પ્રવેશે ત્યારે આરોગ્ય વિભાગ તંત્રની જુદી-જુદી ટિમો અલગ-અલગ સરહદો    તમામનું સ્ક્રીનીંગ ચાંલુ કરવામાં આવ્યું હોવાની સાથે સર્વેલન્સની કામગીરી પણ સઘન બનાવી દીધી છે

મોડાસાની ખાનગી હોસ્પિટલો સારવાર અર્થે રાજસ્થાનથી આવતા દર્દીઓની માહિતી એકઠી કરવામાં આવી રહી છે    મોડાસામાં તમામ હોટલોનું ચેકીંગ કરવામાં આવે છે અને રાજસ્થાનથી આવતા કામદારોનું સ્ક્રીનીંગ અને કોન્ટેક્ટ હીસ્ટ્રી લેવામાં આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી છે

મોડાસા નગરપાલિકા કોરોનને લઈને સતર્ક  મોડાસા શહેરમાં નગરપાલિકા તંત્રએ શહેરના તમામ વિસ્તારોમાં સઘન સફાઈ અભિયાન અને દવાનો છંટકાવ હાથધરવાની સાથે જાહેરસ્થળોએ થુંકતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે શહેરમાં ધમધમતી ૧૪ જેટલી નોનવેજ હોટલ અને ખાણી-પીણીના સ્ટોલ પણ બંધ કરાવી દીધા છે

જિલ્લાની ગ્રામ પંચાયતોએ ઠંડા પીણાં અને આઈસ્ક્રમ વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો 

અરવલ્લી જિલ્લાની મોટા ભાગની ગ્રામ પંચાયતોએ પણ કોરોના વાઈરસને અટકાવવા સઘન ઝુંબેશ હાથધરી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ કિરાણા સ્ટોર,પાન પાર્લર વાળા અને ગલ્લાવાળાઓને ઠંડાપીણા, આઈસ્ક્રીમ,૧-૨ રૂપિયા વાળા ચસકા વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે વેંચાણ કરનાર વેપારી પકડાશે તો ૨૧૦૦ રૂપિયા દંડ અને કાયદેસરની કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે ગ્રામ્ય વિસ્તારોમાં જાહેરમાં થુંકનાર શખ્શો પાસેથી ૫૦૦ રૂપિયા દંડ પણ વસુલાત કરવામાં આવી રહ્યો છે ગ્રામ પંચાયતોની સતર્કતાને ગ્રામજનો પણ સહકાર આપી કોરોનાને નાથવા ઝુંબેશમાં જોડાયા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.