Western Times News

Latest News from Gujarat

વિરેન્દ્ર સેહવાગે ભારતના પ્રથમ વીએસ સ્ટોરનું અમદાવાદમાં ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ, અમદાવાદમાં સ્પોર્ટ્સ અને ફીટનેસ પ્રત્યે રૂચિ ધરાવતા વ્યક્તિઓ માટે ખુશ થવાનું કારણ છે કારણકે બ્રાન્ડ વીએસએ પોતાના હાઇ-પર્ફોર્મન્સ, સ્ટાઇલિશ અને ટકાઉ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી સાથે સ્ટોરનો પ્રારંભ કર્યો છે.

રમત પ્રત્યેની ભાવના અને જુસ્સા માટે જાણીતા તથા ભારતના મહાન બેટ્સમેન પૈકીના એક વિરેન્દ્ર સેહવાગે પોતાના સ્પોર્ટ્સવેર બિઝનેસ તરીકે બ્રાન્ડ વીએસની સત્તાવાર જાહેરાત કરીને ઉદ્યોગસાહસિક તરીકેની નવી પારીની શરૂઆત કરી છે. બ્રાન્ડ વીએસએ આજે ભારતમાં અમદાવાદમાં પોતાનો પ્રથમ એક્સક્લુઝિવ સ્ટોર લોન્ચ કર્યો હતો. વિરુ રિટેઇલ પ્રાઇવેટ લિમિટેડની પહેલ બ્રાન્ડ વીએસએ વર્લ્ડ ઓફ વિરુ પ્રાઇવેટ લિમિટેડ અને સ્ટિચ્ડ ટેક્સટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેનું સંયુક્ત સાહસ છે.

દેશમાં વિશાળ બજાર હિસ્સો હસ્તગત કરવાના કંપનીના કેન્દ્રિત પ્રયાસોના ભાગરૂપે આ સ્ટોર લોન્ચ કરાયો છે. કંપની શરૂઆતથી જ ગ્રાહકોને શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ ઓફર કરીને સંતોષ પ્રદાન કરવાના ખ્યાલ સાથે આગળ વધી રહી છે તેમજ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ વાજબી કિંમતે પ્રદાન કરીને ફીટનેસ અને સ્પોર્ટ્સ પ્રત્યે રૂચિ ધરાવતા ગ્રાહકોની જરૂરિયાતને પૂર્ણ કરી રહી છે. ભારતીયો વચ્ચે સ્પોર્ટ્સ અને ફીટનેસ પ્રત્યે સભાનતા વધી રહી છે ત્યારે કંપની આર્થિક રીતે પરવડે તેવી કિંમતે દેશભરમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત સ્પોર્ટ્સવેર એપરલ અને સ્પોર્ટ્સ ઉપકરણો રજૂ કરવાનું મીશન ધરાવે છે.

બ્રાન્ડ સ્પોર્ટ્સવેર, એથલેઝર તથા બેટ, બોલ વગેરે જેવાં સ્પોર્ટ્સ ઉપકરણોની વિશાળ શ્રેણી ઉપલબ્ધ કરાવવા ઉપર કેન્દ્રિત છે તથા કંપનીએ ગ્રાહકોને બેજોડ વિવિંગ એક્સપિરિયન્સ પૂરો પાડવા ફ્રેશ સ્ટાઇલ સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સ્પોર્ટ્સવેર તૈયાર કર્યાં છે.

અમદાવાદમાં બ્રાન્ડ લોન્ચ પ્રસંગે શ્રી જૈમિન ગુપ્તાએ જણાવ્યું હતું કે, “બ્રાન્ડ વીએસ પોતાના ગ્રાહકોને સ્પોર્ટ્સવેર, ટેકનીકલ સ્પોર્ટ્સવેર અને સ્પોર્ટ્સ ઉપકરણોની ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિશાળ શ્રેણી વાજબી કિંમતે ઉપલબ્ધ કરાવશે. કોઇપણ રમત રમતી વખતે કમ્ફર્ટની મહત્વતાને લક્ષ્યમાં રાખીને પ્રોડક્ટ્સ ડિઝાઇન કરાઇ છે. કંપની ફ્રેન્ચાઇઝી અને ડિસ્ટ્રિબ્યુટર્સ દ્વારા સમગ્ર ભારતમાં રિટેઇલ કામગીરીનું વિસ્તરણ કરશે.”

બ્રાન્ડ વીએસ આગામી 6મહિનામાં ઇ-ટેઇલ માર્કેટમાં પણ પ્રવેશવાની યોજના ધરાવે છે અને તેની પ્રોડક્ટ્સ વર્તમાન ડાયરેક્ટ સેલીંગ ચેનલ્સની સાથે-સાથે અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર પણ ઉપલબ્ધ બનશે. આ પગલાં ગ્રાહકોની ખરીદીની બદલાતી પેટર્ન સાથે ઉભરવાના કંપનીના ઉદ્દેશ્યને પ્રદર્શિત કરે છે. બ્રાન્ડ વીએસ સમગ્ર ભારતમાં વૃદ્ધિ સાધવા માટે આક્રમક યોજના ધરાવે છે તથા વિવિધ શહેરોમાં રસ ધરાવતા ફ્રેન્ચાઇઝી અને ડિસ્ટ્રિબ્યુટર પાર્ટનર્સ ઇચ્છે છે. વિરુ રિટેઇલ આગામી નાણાકીય વર્ષના અંત સુધીમાં 50થી વધુ ફ્રેન્ચાઇઝી સ્ટોર્સ શરૂ કરવાની તથા 3 મિલિયન યુએસ ડોલરથી વધુની આવકોનું લક્ષ્ય ધરાવે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers