Western Times News

Gujarati News

ટીંટોઈ ગામે મુંબઈ રહેતો યુવક વતનમાં પહોંચ્યો યુવકને કોરોના થયોની અફવાથી તંત્રમાં દોડધામ

હાલ કોરોનાનો કેર વ્યાપી રહ્યો છે. રાજ્યમાં હજી કોરોનાનો હજી એકપણ કેસ નોંધાયો નથી મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત કેસ સતત નોંધાઈ રહ્યા છે અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે મુંબઈ રહેતો એક યુવક રવિવારે ટીંટોઈ વતનમાં આવ્યા પછી શરદી-ખાંસી અને તાવમાં સપડાતા યુવકને કોરોના થયો હોવાની વાત વાયુવેગે ગામમાં પ્રસરતા અને યુવક ભેદી રીતે ગુમ થયા પછી લોકોમાં ફફડાટ ફેલાયો છે ગ્રામપંચાયત તંત્ર પણ હરકતમાં આવી યુવકની શોધખોળ હાથધરી તલાટીએ આરોગ્ય તંત્રને જાણ કરતા આરોગ્ય તંત્રમાં પણ ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે આરોગ્ય તંત્રે યુવકના સંપર્કમાં આવેલ લોકોને સર્વલન્સ હેઠળ રાખી દીધા છે હાલ તો સમગ્ર ઘટનાથી તંત્રમાં દોડધામ સાથે પંથકમાં રમૂજ પણ ફેલાઈ છે

મહીસાગર જીલ્લાના કડાણા તાલુકામાંથી મોડાસા શહેરમાં   સારવાર અર્થે આવેલ દર્દીમાં શંકાસ્પદ કોરોનના લક્ષણો જણાતા અરવલ્લી જિલ્લા આરોગ્ય તંત્રે તાબડતોડ દર્દીને સાર્વજનિક હોસ્પિટલમાં બનાવેલ આઈસોલેશન વોર્ડમાં સારવાર અર્થે ખસેડી સર્વેલન્સ હેઠળ રાખવામાં આવ્યો છે

દેશના અને રાજ્યના તમામ એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે ગુજરાતમાં સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગ પણ   વિદેશથી આવેલા અને  વિદેશ પ્રવાસ કરી પરત ફરેલા લોકોને દેખરેખ હેઠળ ઘરમાં ઓબ્જર્વેશન હેઠળ રાખી રહ્યું છે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના નેપાળ પ્રવાસથી પરત ફરેલા ૯૮ લોકોની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી જેમાં ૧૧ વ્યક્તિઓને સામાન્ય તાવ,શરદી અને ઉધરસના લક્ષણો જોવા મળતા તકેદારીના ભાગરૂપે હિંમતનગર આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા હતા

જેમાંથી બે શંકાસ્પદ કોરોનના દર્દીઓ હોસ્પિટલ માંથી નાસી છૂટતા આરોગ્ય વિભાગમાં ભારે હડકંપ મચ્યો હતો અને તાબડતોડ હોસ્પિટલમાંથી ભાગી છૂટેલા શંકાસ્પદ કોરોનના દર્દીઓને શોધખોળ આદરી દીધી હતી અને બંને વ્યક્તિઓને ભિલોડા ખાતે થી પરત હિંમતનગર હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં ખસેડી દીધા હતા શંકાસ્પદ કોરોનના લક્ષણો ધરાવતા બંને દર્દીઓ મળી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.