Western Times News

Gujarati News

કોરોના વાયરસથી દેશમાં ચોથું મોત: પંજાબમાં 72 વર્ષના વૃદ્ધે ગુમાવ્યો જીવ

નવી દિલ્હી : ચીનમાંથી ફેલાયેલી જીવલેણ બીમારીની અસર હવે ધીમે ધીમે ભારતમાં દેખાવા લાગી છે. ભારતમાં કોરોના વાયરસના કારણે ચોથું મોત થયું છે. વિદેશથી આવનાર પંજાબના 72 વર્ષીય વૃદ્ધનું કોરોના સંક્રમિતથી મોત થયું છે. પંજાબના નવાશહેરનો આ વ્યક્તિ બે સપ્તાહ પહેલા ઇટાલી અને જર્મનીથી પરત આવ્યો હતો.

પીજીઆઈએમઈઆરના નિર્દેશક જગત રામે જણાવ્યું હતું કે દર્દી ડાયાબિટીસ અને હાઇબ્લડ પ્રેસરનો શિકાર હતો. દર્દીના તપાસ માટે મોકલવામાં આવેલા સેમ્પલમાં કોરોના વાયરસ સંક્રમણની પૃષ્ટી થઈ છે.  આ પહેલા મહારાષ્ટ્રમાં મંગળવારે કોરાના વાયરસના સંક્રમણને કારણે એક 64 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. જે પહેલા દિલ્હીમાં અને કર્ણાટકમાં 1-1 મોત થયું છે.

સ્વાસ્થ્ય અધિકારીઓએ તેના મોતમાં યોગ્ય કારણની પૃષ્ટી કરી નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી પણ આ સંબંધમાં કોઈ તત્કાલ જાણકારી મળી નથી. જિલ્લાના સિવિલ સર્જન પ્રસાદ ભાટિયાએ કહ્યું હતું કે આ વ્યક્તિ સાત માર્ચે ઇટાલીના રસ્તે જર્મનીથી પરત ફર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.