Western Times News

Gujarati News

કોરોના વાયરસ સામે લડવા બિલ ગેટ્સ 10 કરોડ ડોલર ડોનેટ કરશે

વોશિગ્ટન,  માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સના ગેટ્સ ફાઉન્ડેશને વિશ્વભરમાં કોરોનાવાયરસથી લડવા માટે 10 કરોડ ડોલર એટલે 751 કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. બિલ ગેટ્સે જણાવ્યુ કે, 10 કરોડ ડોલર સિવાય વોશિંગટનની મદદ માટે તે 50 લાખ ડોલર આપશે. જણાવી દઈએ કે, ગુરુવારે લોકોને શાંત રહેવા અને કોરોનાનો કહેરને લઈને સાવચેત રહેવાની અપીલ કરતા ગેટ્સે આ જાહેરાત કરી છે.

બિલ ગેટ્સે જણાવ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે વિશ્વના તમામ દેશોમાં કોરોનાના કહેરથી બચી શકાય તેવા ઉપકરણો ઉપલબ્ધ હોય. અમે ફેબ્રુઆરીમાં ઘણી વસ્તુઓ માટે 1000 કરોડ રૂપિયા આપ્યા હતા અને આમ કરતા રહીશું. અમારી પ્રાથમિકતા છે કે, દવા અને રસીના નિર્માણની ક્ષમતા પુરતી હોય, જેથી વધુમાં વધુ લોકોની મદદ કરી શકાય.

બિલ ગેટ્સે આગળ જણાવ્યું કે, સમગ્ર વિશ્વને આર્થિક નુકશાનની ચિંતા તો છે પણ વિકાસશીલ દેશો સૌથી વધારે પ્રભાવિત થશે. સાથે જ વિકાસશીલ દેશોમાં હોસ્પિટલોની પણ અછત છે અને તેમની ક્ષમતા પણ ઓછી છે. તેમણે જણાવ્યુ કે, બેથી ત્રણ મહિના સુધી સંક્રમણના કેસોવાળા દેશોએ સોશિયલ આઈસોલેશન અને ટેસ્ટિંગ કરાવવું જોઈએ. તેનાથી સંક્રમણ મોટા પ્રમાણમાં ફેલાતું અટકાવી શકાશે.

ચીન બાદ હવે ઈટલીમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. ઈટલીમાં મોતનો આકડો ઝડપથી વધી રહ્યો છે. બુધવારે ઈટલીમાં કોરોના વાઈરસથી એક દિવસમાં 475 લોકોના મોત થયા છે. કોઈ દેશમાં કોરોના વાઈરસથી એક દિવસમાં થયેલી સૌથી વધુ મોતનો આંકડો છે. આ પહેલા ઈટલીમાં એક દિવસમાં 368 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ઈટલીમાં કોરોના વાઈરસથી અત્યાર સુધી 2,978 લોકોના મોત થયા છે. આખા યૂરોપમાં 80,000થી વધુ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત છે અને અત્યાર સુધી 3500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારતની વાત કરીએ તો અત્યાર સુધી કોરોના વાઈરસના 169 કેસો સામે આવ્યા. જોકે, તેમાથી 14 લોકો ઠીક થઈ ગયા છે, જ્યારે ત્રણ લોકોના મોત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.