Western Times News

Gujarati News

કોરોના વાઈરસના પગલે ૩૧મી માર્ચ સુધી પાનના ગલ્લાઓ – ચાની કીટલીઓ બંધ રહેશે : મ્યુ.કમિશ્નર

File

ગુજરાતમાં કોરોના કેસની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ સહિત અમદાવાદ મ્યુ. કોર્પોરેશન પણ સજાગ બન્યુ છે આજે સવારથી અમદાવાદ મ્યુ. કોર્પેરેશનમા અધિકારીઓ અને સત્તાધારીપક્ષ વચ્ચે અવારનવાર બેઠકો યોજાઈ હતી જેમાં કોરોનાને પગલે શુ શુ પગલા ભરવા એ બાબતે લાબી ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમા અંતે અમદાવાદ સહિત ગુજરાત ભરમાં પાનના ગલ્લા ચાની કીટલીઓ અને બંધ રાખવાના આદેશ આપ્યા છે જ્યારે અનાજ કરિયાણા બજાર તેમજ દુકાનો ચાલુ રહેશે પરતુ કરિયાણાની દુકાનમાં ગુટખા કે પાનમસાલાનુ વેચાણ કરી શકાશે નહી અને જા વેચાણ કરતા દુકાનદાર પકડાશે તો તેની સામે કાયદેસર પગલા લેવામા આવશે.

આ અંગે વિગત એવી છે કે આજે સવારે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં મ્યુ કમિશ્રનર સહિત સત્તા ધારી પક્ષ અને અધિકારીઓની બેઠક મળી હતી જેમા કોરોના વાઈરસને ફેલાતો અટકાવા કેવી કામગીરી કરવી જાઈએ તેમજ આ માટે શુ કરવુ જાઈએ તે અંગેની ચર્ચા વિચારણ કરવામા આવી છે અતે કમિશ્નર દ્વારા જણાવામા આવ્યુ કે આજથી જ શહેરમાં આવેલા તમામ પાનના ગલ્લા તેમજ ચાની કીટલીઓને ૩૧મીએ માર્ચ સુધી બંધ કરવા આદેશ જાહેર કરાયા છે. જેના પગલે આ સમાચાર વાયુ વેગ પસરતા પાન બીડી સીગારેડ ગુટખાના શોખીનો અને વ્યસનીયો પાન ગલ્લાઓ ભરી દોડ મૂકી હતી અને પોતાનો સ્ટ્રોક પાન માસાલાનો સ્ટોક કરી લીધો હતો.

જ્યારે એવી બજારમા ચર્ચા ચાલી રહી છે કે ખાણીપીણી બજાર ચાલુ રખાશે કે બંધ તે અંગે કોઈ સ્પષ્ટ નિર્ણય આવ્યો નથી આથી કેટલાક ખાણીપીણી શોખીનો અવઢમાં મુકાઈ ગયા છે. તો બીજી બાજુ અનાજ કરીયાણાની દુકાનોને ત્યા કેટલાક લોકો જાણે જરૂરી ચીઝ વસ્તુઓમા આવશે નહી તેવી દહેશતના પગલે લોકો જીવન જરૂરી ચીઝ વસ્તુઓ ભરવા લાગ્યા હતા.

જ્યારે બજારમાં તેવુ ચર્ચા રહી છે કે શુક્રવાર બપોર બાદ એમટીએસની તેમજ બીઆરટીએસની કેટલી ટ્રીપો કેન્સલ કરવામાં આવી છે જેમાં એવુ જાણવા મળ્યુ કે બસમાં મુસાફરો મળતા નહી હોવાથી આ બસો રદ્દ કરવામાં આવી છે. વિદેશથી આવનાર લોકોને વિમાની મથકેથી જ આઈસોલેશનમાં વોર્ડમાં સીધા ૧૪ દિવસ સુધી રાખવામા આવશે તેમજ તેમના પરીવાર જનોને ઘરે જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ શાકભાજી વગેરે મ્યુ. કોર્પોરેશન દ્વારા પોહચતુ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.