Western Times News

Gujarati News

જેકલીન નિર્માણના ક્ષેત્રમાં હાથ અજમાવવા તૈયાર છે

મુંબઇ, અભિનેતા સુશાંતસિંહ રાજપૂત સાથે ફિલ્મ ડ્રાઇવની નિષ્ફળતા બાદ લોકપ્રિય અભિનેત્રી જેકલીન હવે પ્રોડક્શનના ક્ષેત્રમાં પણ હાથ અજમાવવાની તૈયારી કરી રહી છે. જેકલીન જુદા જુદા ક્ષેત્રમાં હાથ અજમાવવા માટે ઇચ્છુક દેખાઈ રહી છે. જેકલીને પોતાની કેરિયર હવે પોતાના હાથમાં લઇ લીધી છે.

જેકલીન માત્ર દક્ષિણ ભારતની ફિલ્મમાં એન્ટ્રી કરી ગઈ નથી બલ્કે પોતાના પ્રોડક્શન હાઉસને શરૂ કરવાની પણ યોજના ધરાવે છે. અભિનેત્રીની એક નજીકની મિત્રએ માહિતી આપતા કહ્યું છેકે, હાલમાં બોલીવુડમાં મળી રહેલી ઓફર જેકલીન સંતુષ્ટ દેખાઈ રહી નથી. પોતાની કેરિયરમાં અલગ કરવાની ઇચ્છા જેકલીન ધરાવે છે. રિપોર્ટ મુજબ તે પોતાના પ્રોડક્શનની શરૂઆત કરવા માટે ઇચ્છુક છે. ટૂંક સમયમાં જ આની શરૂઆત કરવામાં આવશે. અન્ય અભિનેત્રીઓની સાથે તે જોડાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

નેહા ધૂપિયા, કરણ જોહરની જેમ જ તે પણ ટોપ શો આયોજિત કરવા માટે ઇચ્છા ધરાવે છે. પોતાના મિત્રોની સાથે મનની વાત શેયર કરવાની પણ તેની ઇચ્છા છે. તાજેતરમાં જ જેકલીને એક વિડિયો શેયર કરીને અનેક માહિતી આપી છે. આ વિડિયોમાં જેકલીન ઘરની અંદર કસરત કરતી નજરે પડી રહી છે. જેકલીન એક્ટિંગના ક્ષેત્રમાં જારી રહીને ફિલ્મ નિર્માણ અને ટીવી કાર્યક્રમના ક્ષેત્રમાં પણ આગળ વધવા માટે ઇચ્છુક છે. હાલમાં જ બોલીવુડમાં મોટાભાગના કલાકારો ફ્લોપ સાબિત થઇ રહ્યા છે. ફિલ્મો નિષ્ફળ સાબિત થઇ રહી છે. એક્ટિંગ બાદ જેકલીન બોલીવુડમાં વધુ મજબૂતી સાથે આગળ વધવા ઇચ્છુક છે. દક્ષિણ ભારતની ફિલ્મોમાં તે હાથ અજમાવી રહી છે. જેકલીન દક્ષિણ ભારતની ફિલ્મોને લઇને ઉત્સુક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.