Western Times News

Gujarati News

બેલ બોટમ ફિલ્મમાં અક્ષય સાથે વાણી કપુર નજરે પડશે

મુંબઇ, અક્ષય કુમાર ફિલ્મ ઉદ્યોગના સૌથી વ્યસ્ત સ્ટાર પૈકી એક તરીકે રહેલો છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તે કેટલીક નવી ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. જેમાં સુર્યવંશી, લક્ષ્મી બોંબ અને બચ્ચન પાન્ડે સામેલ છે. આ ઉપરાંત તે એક જાસુસની કેરિયર પર બની રહેલી ફિલ્મ બેલ બોટમમાં પણ કામ કરવા જઇ રહ્યો છે. નવા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો તે વાણી કપુર સાથે નવી ફિલ્મમાં કામ કરનાર છે. વામી કપુર અક્ષય કુમારની પત્નિની ભૂમિકામાં નજરે પડનાર છે. ફિલ્મની પટકથા મુજબ ફિલ્મમાં એક નવી જાડીની જરૂર હતી. જેમાં વાણીની પસંદગી કરવામાં આવી છે. વાણી કપુર પહેલાથી જ અક્ષય કુમારની સાથે કામ કરવા માટે ખુબ જ ઉત્સુક હતી. તેની ઇચ્છા હવે પૂર્ણ થવા જઇ રહી છે. તમામ બાબતોને ધ્યાનમાં લઇને નિર્માતા નિર્દેશકો દ્વારા હવે વાણી કપુરનુ નામ ફાઇનલ કરી દીધુ છે.

જો કે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મ ફિલ્મમાં લેવા માટે કૃતિ સનુનની બહેન નુપુર સનુનના નામ પર ચર્ચા ચાલી હતી. મૃણાલના નામ પર પણ ચર્ચા ચાલી હતી. જા કે અંતે વાણી કપુરની પસંદગી કરવામાં આવી છે. વાણી કપુર બોલિવુડમાં સૌથી ગ્લેમર સ્ટાર પૈકી એક તરીકે રહેલી છે. તે છેલ્લે રિતિક રોશનની સાથે વોર ફિલ્મમાં નજરે પડી હતી. વોર બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. રિતિક રોશન બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક તરીકે છે. રિતિક સાથે રેકોર્ડ સફળતા હાંસલ કરેલી વોર ફિલ્મમાં કામ કર્યા બાદ વાણી કપુરની કેરિયરમાં તેજી આવી ગઇ છે. તે એક ફિલ્મમાં રણબીર સાથે પણ કામ કરી રહી છે. આ ફિલ્મનુ નામ શમશેરા રાખવામાં આવ્યુ છે. વાણી આશાસ્પદ સ્ટાર તરીકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.