Western Times News

Gujarati News

ગાયિકા કનિકા કપૂર પોઝિટિવ આવી : સેંકડો પર નવી આફત

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૨મી માર્ચના દિવસે જનતા કર્ફ્યુની અપીલ કરી છે. જુદી જુદી જગ્યા પર લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે પરંતુ એક બોલીવુડ ગાયિકા કનિકા કપૂર પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે. સેંકડો લોકોને કનિકાએ ખતરામાં મુક્યા છે કે કેમ તેને લઇને ચર્ચા છેડાઈ ગઈ છે. બોલીવુડ અભિનેત્રીના લાપરવાહીવાળા વર્તનના લીધે સેંકડો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જરૂરી દિશાનિર્દેશનું પાલન કનિકા દ્વારા કરવામાં આવ્યું નથી.

લખનૌમાં આજે જે ચાર લોકો પોઝિટિવ આવ્યા છે તેમાં કનિકા કપૂર પણ સામેલ છે. કનિકા કપૂરે પોતે સોશિયલ મિડિયા પર કોરોના ગ્રસ્ત હોવાની જાહેરાત કરી છે. આની બિલકુલ વિરુદ્ધમાં કનિકાએ કહ્યું છે કે, તેની એરપોર્ટ પર થર્મલ સ્ક્રિનિંગ થઇ હતી પરંતુ તે વખતે આવા લક્ષણો સપાટી ઉપર આવ્યા ન હતા. એકબાજુ કનિકા કપૂરે કહ્યું છે કે, અન્યોએ ફ્લુના લક્ષણો છુપાવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.