Western Times News

Gujarati News

લોકડાઉનના ભયથી લોકોએ જરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ શરૂ કર્યો

(પ્રતિનિધિ) અમદાવાદ: કોરાનાની ગુજરાતમાં એન્ટ્રી થતા જ નાગરિકોભાં ભયનો માહોલ જાવા મળી રહયો છે તો બીજી તરફ અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે તેને લઈને નગરજનો સવારથી જ દૂધ સહિતની જરૂરી જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા પડાપડી કરી રહયા છે સવારથી જ દૂધ વેચાણ કેન્દ્રો, પાર્લરો પર લોકો દૂધની થેલીઓ લેવા પહોંચ્યા હતા સામાન્ય કરતા વધારે સ્ટોક કરી લેવાની વૃતિથી દૂધ કેન્દ્રો પર સ્ટોક ખલાસ થઈ ગયો હતો.

જાકે  પરિસ્થિતિને  ધ્યાનમાં લેતા દૂધ વિતરણ કેન્દ્રો પર દૂધનો સ્ટોક વધારે રાખવામાં આવ્યો હતો જેથી લોકોની માંગણી મુજબ દૂધની થેલીઓ મળતી હતી પરંતુ કાલ્પનિક ભયના કારણે નગરજનો માત્ર દૂધ જ નહિ ખાદ્ય- ચીજવસ્તુઓ સેનેટાઈઝર, માસ્ક સહિતની વસ્તુઓનો બિનજરૂરી સંગ્રહ કરવા લાગી ગયા છે. કોરોના વાયરસની ભયાનકતાને જાતા વડાપ્રધાન નાગરિકોને રાષ્ટ્રજાગ સંબોધન કર્યુ હતું.

સાવધ રહેવાની સાથે જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાશે તેવી હૈયાધારણા તેમણે આપી હતી પરંતુ વિશ્વના અનેક દેશોમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે પરિણામે ભારતમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ  સર્જાશે તેવી અફવાઓને લઈને લોકો જીવનજરૂરી ચીજા માટે પડાપડી કરી રહયા છે. વહેપારીઓને ઓર્ડરો વધ્યા છે તેઓ પણ સતત માંગ પૂરી કરવા દોડધામ કરી રહયા છે હોલસેલ માર્કેટમાંથી નાના-મોટા વેપારીઓએ ચીજવસ્તુઓનો સ્ટોક કરી લીધો હોવાથી હાલમાં સરળતાથી ચીજવસ્તુઓ ઉપલબ્ધ થઈ રહી છે તેમ છતાં લોકો જરૂરિયાત કરતા વધારે ચીજવસ્તુઓ મેળવવા પડાપડી કરી રહયા છે.

સામાન્ય રીતે ગુજરાતમાં મધ્યમ તથા ઉચ્ચ મધ્યમવર્ગમાં પૂરા વર્ષનું અનાજ ભરી દેવાતુ હોય છે જેમાં ઘઉંચ, ચોખા દાળનો સમાવેશ થાય છે તેવી રીતે મસાલા પણ ભરી લેતા હોવા છતાં ખાદ્યચીજા માટે ભીડ ઉમટી પડેલી જાવા મળી રહી છે. જાતજાતની અફવાઓથી નગરજનો ભયભીત થઈ થઈ રહયા છે તેથી જ સંગ્રહાખોરી વધતી જાવા મળી રહી છે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સવારથી જ ખરીદી માટે મહિલાઓ, પુરૂષો ઉમટી પડયા છે.

આજે સવારથી જ બજારો લગભગ બંધ થઈ જતા અને આવતીકાલે જનતા કર્ફયુ હોવાથી ચિંતાતુર શહેરીજનો ખરીદી કરવા પડાપડી કરી રહયા છે. દૂધની સાથે જરૂરી હોય કે બિનજરૂરી વસ્તુઓ ઝપાટાભેર ખરીદી કરવા ભીડ ઉમટી પડી છે. આમ તો ગઈકાલ રાતથી આ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા. લોકોને ડર છે કે કદાચ કેન્દ્ર સરકાર કોરોનાને કાબુમાં લેવા માટે લોકડાઉન કરી દેશે જાકે હાલમાં આ વાત માત્ર અફવા જ છે પરંતુ કોરોનાના ભય અને વિદેશના જુદા-જુદા દેશોમાં લોકડાઉન સ્થિતિને જાતા શહેરીજનો ફફડી ઉઠયા છે અને તેથી જ ખરીદી કરવા ધસારો કરી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.