Western Times News

Gujarati News

ભરૂચઃ જનતા કર્ફ્યુમાં સ્વયંભૂ લોકો જોડાયા

તસવીરઃ વિરલ રાણા, ભરુચ

(પ્રતિનિધિ) ભરૂચ, વિદેશ માંથી ફરેલાયેલો કોરોના વાયરસ સમગ્ર વિશ્વ ને હચમચાવી મુક્યું છે.ત્યારે કોરોના વાયરસ હવામાં ફેલાતો હોવાના પગલે સરકાર દ્વારા જનતા કર્ફ્યુ ની જાહેરાત કરતા સવારે સાત કલાકે સાયરન વગાડી જનતા કર્ફ્યુ નો પ્રારંભ કરતા સ્વયંભૂ લોકો જનતા કર્ફ્યુ માં જોડાતા ભરૂચ શહેરના તમામ મુખ્ય માર્ગો,રેલવે સ્ટેશન,એસ.ટી ડેપો,નેશનલ હાઈવે સહીત ના માર્ગો લોકો વિના સૂમસામ જોવા મળ્યા હતા.

ચીન માંથી ઉત્પ્પન થયેલો કોરોના વાયરસે સમગ્ર વિશ્વ ને હચમચાવી મૂક્યું છે.ત્યારે ભારત માં પણ આ વાયરસ ન ફેલાય તેના માટે સરકાર સંવેદન બની હતી અને કોરોના વાયરસ થી સાવચેત રહેવા માટે પ્રથમ શાળા કોલેજો, સ્વીમીંગપુલો, આંગણવાડી કેન્દ્રો ને બંધ કરી દેવાની જાહેરાત કરી હતી.જેના પગલે ભીડભાડ વાળી જગ્યા ઉપર લોકો ની અવર જવર માં ઘટાડો થયો હતો.પરંતુ મહારાષ્ટ્ર માંથી કોરોના વાયરસ ના પોઝિટિવ કેસો મળી આવતા સરકાર વધારે સાવચેત થઈ હતી અને સમગ્ર ભીડભાડ વાળી જગ્યા ઉપર અંકુશ મુખ્ય હતા.જેમાં ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ ખાનગી ટ્યુશન કલાસીઓ, જીમખાના, મોલ, સ્પા સેન્ટરો ને સીલ મારી દેવાની કામગીરી કરતા લોકો માં હડકંપ મચી જવા પામ્યો હતો.

હવા માં ફેલાતો કોરોના વાયરસ ના પગલે લોકો સ્વયંભૂ ઘર ની બહાર ના નીકળે તે માટે સરકાર દ્વારા જનતા કર્ફ્યુ નું એલાન કરવામાં આવતા જ રવિવારે સવારે સાત કલાકે સાયરન વગાડી જનતા કર્ફ્યુ નો પ્રારંભ કરવામાં આવતા ભરૂચ શહેર ના તમામ શહેરી માર્ગો,એસટી ડેપો,રેલવે સ્ટેશન,નેશનલ હાઈવે સહીત ના અનેક માર્ગો ઉપર લોકો ની ઓછી ચહલપહલ ના પગલે શહેરના માર્ગો પણ સૂમસામ બનતા લોકો સ્વયંભૂ જનતા કર્ફ્યુ માં જોડાયા હતા.

જો કે જનતા કર્ફ્યુ હોવા છતાં કેટલાક લોકો જાહેર માર્ગો ઉપર થી પસાર થતા મીડિયા એ તેઓ ને રોકી તેઓ ના મંતવ્ય જાણવા નો પ્રયાસ કરતા તેઓ એ અનેક બહાના કાઢ્યા હતા.કોઈકે દવાખાને જવાનું તો કોઈકે મેડિકલ ઉપર દવા લેવા જવા માટે નીકળ્યા હોવાનું રટણ કર્યું હતું.જો જનતા જ સ્વયંભૂ કર્ફ્યુ માં જોડાઈ તો કોરોના વાયરસ ને નાબૂદ કરી શકાય તેમ છે.
તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર ના પાંચબત્તી સર્કલ,સ્ટેશન સર્કલ,મહંમદપુરા સર્કલ,કસક સર્કલ,શક્તિનાથ સર્કલ,શ્રવણ ચોકડી,દાંડિયા બજાર,ધોળીકૂઈ બજાર,કોઠી અને કતોપોર બજાર વિસ્તાર સહીત વિવિધ વિસ્તારો માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

જનતા કર્ફ્યુ ના પગલે ભરૂચ ના મહિલાઓ શાકભાજી ખરીદી માટે બજારો માં જનતા કર્ફ્યુ ની પૂર્વ સંધ્યા એ શહેર ના વિવિધ બજારો માં ભારે ભીડ જમાવી હતી અને બજાર માં શાકભાજી ના ભાવ માં પણ વધારો હોવા છતાં પણ ખરીદી કરવા મજબુર બન્યા હતા.રવિવાર ની જનતા કર્ફ્યુ ના પગલે જનતા કર્ફ્યુ ની પૂર્વ સંધ્યાકાળે પણ ગૃહિણીઓ શાકભાજી સહીત ની જીવન જરૂરિયાત સામગ્રી ખરીદવા પણ ભારે ડોટ મૂકી હતી.જેમાં ભરૂચ ના તુલસીધામ શાકભાજી બજાર માં પણ ગૃહિણીઓ ની ભારે ભીડ જોવા મળી હતી ને બજારો માં પણ કોરોના વાયરસ ના પગલે શાકભાજી ના ભાવો બમણા હોવા છતાં ખરીદી કરવા મજબુર બન્યા હતા.તો ભરૂચ ના શક્તિનાથ શાકમાર્કેટ માં પણ લોકો ની ભારે ભીડ જામી હતી જેમાં ભરૂચ નગર પાલિકા દ્વારા ખાણીપીણી ની લારીઓ પર ચેકીંગ પ્રક્રિયા હાથધરી હતી અને શક્તિનાથ વિસ્તાર ની ખાણીપીણી ની લારીઓ બંધ પણ કરાવી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.