Western Times News

Gujarati News

સંજેલીમાં 5 દિવસથી નળમાં પીવાનું પાણી ન મળતાં લોકોમાં રોષ

કર્મચારીઓનો પચીસ માસથી પગાર ન મળતાં રજા પર ઉતર્યા . 

પ્રતિનિધિ સંજેલી સંજેલી પંચાયતનો ખાડે જતાં વહીવટને કારણે લોકોમાં ત્રાહિમામ પોકારી ગયા છે પંચાયતના કર્મચારીઓના 25 માસથી પગાર ન થતાં 5 દિવસથી નળ કનેક્શન માંથી પીવાના પાણી ન મળતાં લોકોમાં લોકોમાં રોષ.  વધતા જતા કોરના વાયરસને લઇને સાવચેતીના ભાગરૂપે સરકાર દ્વારા વિવિધ  સૂચના કરવામાં આવે છે. ત્યારે રવિવારે પ્રધાનમંત્રી દ્વારા ઘરમાંથી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.

ત્યારે સંજેલી નગરમાં પંચાયત ત્યારે ના ખાડે જતાં વહીવટને કારણે કર્મચારીઓના પચ્ચીસ માસથી પગાર ન મળતાં છેલ્લા પાંચ દિવસથી ગામના લોકોને નળ કનેકશનમાં પાણી ન અપાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વહીવટી તંત્ર અને કર્મચારીની મિલીભગત હોય એમ અવારનવાર સંજેલી નગરમાં સાફ સફાઈના કર્મચારીઓ અને  વોટર વર્ક્સના સાડા અઠ્ઠાવન કર્મચારીઓ પગાર ન મળતો હોવાને લઇ હડતાલ પર ઉતરી આવે છે અને સાફ સફાઈ અને પીવાના પાણી આપવાનું બંધ કરી દેવામાં આવે છે .ત્યારે હાલ કોરોના વાઈરસને લઈને જિલ્લા  વહીવટી તંત્ર દ્વારા કલમ 144 લગાડવામાં આવી છે

કુવા પર પાણી ભરવા જતાં પણ ગામના લોકો ગભરાઇ રહ્યા છે ત્યારે બીજી તરફ છેલ્લા પાંચ દિવસથી સંજેલીમાં પીવાનું પાણી બંધ કરી દેવાતા ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે આ બાબતે સંજેલી સરપંચ અને તલાટીનો સંપર્ક કરતાં ફોન ઉપાડવાનું ટાળ્યું હતું તાલુકા વિકાસ અધિકારી સાથે વાત કરતાં હું સરપંચ તલાટીને બોલાવી વાત કરી લઉં છું તેવું જણાવ્યું હતું ત્યારે સંજેલીમાં અવારનવાર પંચાયતના કર્મચારીઓ હડતાલ પડે છે અને લોકોને તકલીફ વેઠવી પડી રહી છે જેના કારણે જિલ્લા અધિકારી દ્વારા આ બાબતે ગંભીરતા દાખવી પંચાયતના ખાડે જતાં વહીવટ પર  યોગ્ય તપાસ કરવામાં આવે તેવી જાગૃત લોકોની માંગ છે

 જવાબઅવારનવાર હડતાળ પાડીએ તો જ અમને બે ચાર માસનો પગાર આપે છે અને ફરી પગાર આપતા નથી જેને કારણે હાલ અમારો 25 માસનો પગાર બાકી છે ઘર ચલાવવું પણ મુશ્કેલ પડે છે એ હાલ પણ સરપંચને લેખિત રજૂઆત કરી પાંચ દિવસથી પાણી આપવાનું બંધ કરી દીધું છે

વોટર વક્સના કર્મચારી ગફારભાઈ ડોકીલા .  જવાબ   સંજેલી નગરમાં અવાર નવાર પાણી મળતા બંધ થઈ જાય છે ત્યારે પંચાયતી તંત્ર દ્વારા પૂછવામાં આવે તો યોગ્ય જવાબ આપતા નથી .છેલ્લા પાંચ દિવસથી પીવા માટેનું પાણી ન મળતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે .રવિવારના રોજ ઘરથી બહાર ન નીકળવાની અપીલ કરી છે ત્યારે મેલેનિયા બાકી માળીયાના પાણીને કારણે લોકો તકલીફમાં મુકાશે તેવી શક્યતા સેવાઇ રહી છે  લાલાભાઇ કલાલ

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.