Western Times News

Gujarati News

કપડવજમાં વાતાવરણમાં પલટો આવ્યો

સમગ્ર કપડવંજમાં બુધવારે લોકડાઉન વચ્ચે સુમસામ કપડવજમાં બપોરના ૧૨ વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો વાદળછાયા વાતાવરણ વચ્ચે ધડાકા ભડાકા સાથે ધીમીધારે અંદાજે ૨૦ મિનિટ વરસાદ વરસ્યો હતો સદર માવઠાને લઈને ખેડૂત આલમમાં ચિંતાની લાગણી પ્રસરી હતી.  આ અંગે દહીયપના ખેડૂત ઐયુબબેગ મીરઝાના જણાવ્યા પ્રમાણે દહીયપ નવાપુરા દુજેવાર સાવલી જેવા વિસ્તારોમાં ઘઉંનો પાક બગાડવાના એંધાણ દેખાઈ રહ્યા છે. (તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.