દિલ્હી કેબીનેટ બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સીંગ જોવા મળ્યું

File Photo
નવી દિલ્હી, સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી અન્ય મંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સીંગથી સતત સંપર્કમાં રહે છે. આમ છતાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે કેબીનેટની બેઠક બોલાવવી પડી હતી અને તેમાં પણ પ્રધાનમંત્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હોવાથી તમામ ખુરશીઓ વચ્ચે 1 મીટરથી વધુ અંતરે તમામને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ ઉપરાંત બુધવારે નવી દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન મંત્રીએ ગુજરાતના કેટલાંક દુકાનદારોનો દાખલો ફોટો બતાવ્યો હતો જેમાં ગુજરાતના કેટલાંક કરિયાણા અને મેડિકલ સ્ટોર દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તે બતાવ્યુ હતું.