Western Times News

Latest News in Gujarat

જંબુસરની ગજેરા ગ્રામ પંચાયત દ્વારા થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું

તંત્ર દ્વારા લોકો નું ટેમ્પ્રેચર માપવામાં આવ્યું

ભરૂચ,કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી ગજેરા ગ્રામ પંચાયત દ્વારા ગજેરા ગામમાં ઠેર ઠેર સેનેટાઈઝર નો છંટકાવ કરાયો તેમજ થર્મસ સ્કેનિંગ અને આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યુ.

કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ને લઈ દેશ દુનિયા પ્રભાવિત થયું છે અને કોરોના દર્દીઓનો દિન પ્રતિદિન વધારો થતો જાય છે.કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાને કારણે દેશ લોક ડાઉન કરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગુજરાતમાં પણ કોરો નાના દર્દીઓ મળતા કોરોના વાઇરસને ડામવા જરૂરી તકેદારીના પગલાં ભરાઇ રહ્યા છે.

ત્યારે ગજેરા ગ્રામ પંચાયત દ્વારા પણ તકેદારીના ભાગરૂપે ગામમાં ઠેર ઠેર સેનેટાઈઝર નો છંટકાવ કરવાનો નિર્ણય લીધો હતો. બુધવાર સવારથી જ ગજેરા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી ચેતનાબેન યાદવ,સરપંચ વંદનાબેન ભટ્ટ,ગ્રામ આગેવાન ધનંજય ભટ્ટ (લાલાભાઈ), કમલેશભાઈ પટેલ જીલ્લા પંચાયત સદસ્ય, જીગ્નેશ પટેલ તાલુકા પંચાયત સદસ્ય સહિત  ડે. સરપંચ, પંચાયત સદસ્યો ની હાજરીમાં ગામની ગલીઓ,મહોલ્લા સહિત ઠેર ઠેર સેનેટાઈઝર નો છંટકાવ કરવામાં આવ્યો હતો આ સહિત ગામમાં થર્મલ સ્કેનિંગ પણ કરવામાં આવ્યું અને આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યું સર્વેમાં આંગણવાડી તથા આશા વર્કર બહેનોએ સેવા આપી હતી.