Western Times News

Gujarati News

નાણાંમંત્રીએ ગરીબોને મદદ કરવા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ રૂ. 1.70 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી

નવી દિલ્હી,

· વીમા યોજના અંતર્ગત કોવિડ-19 સામે લડવા હેલ્થ વર્કરદીઠ રૂ. 50 લાખનું વીમાકવચ પ્રદાન કરવામાં આવશે

· આગામી ત્રણ મહિના માટે દર મહિને 80 કરોડ ગરીબ લોકોને 5 કિલોગ્રામ ઘઉં કે ચોખા અને 1 કિલોગ્રામ પસંદગીનું કઠોળ મફત મળશે

· 20 કરોડ મહિલા જન ધન ખાતાધારકોને આગામી ત્રણ મહિના સુધી દર મહિને રૂ. 500 મળશે

· મનરેગાનું ભથ્થું દરરોજ રૂ. 182 થી વધારીને રૂ. 202 કરવામાં આવ્યું, જેનો લાભ 13.62 કરોડ પરિવારોનો મળશે

· 3 કરોડ ગરીબ વરિષ્ઠ નાગરિક, ગરીબ વિધવાઓ અને ગરીબ દિવ્યાંગોને રૂ. 1,000ની વધારાની સહાય આપશે

· પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં સરકાર ખેડૂતોને આગોતરા રૂ. 2,000ની ચૂકવણી કરશે, જેનો લાભ 8.7 કરોડ ખેડૂતોને મળશે

· કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલ્ફેર ફંડનો ઉપયોગ કન્સ્ટ્રક્શન વર્કર્સને રાહત પ્રદાન કરવા માટે કરવાનો આદેશ આપ્યો

કેન્દ્રીય નાણાં અને કૉર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને આજે કોરોના વાયરસ સામે લડાઈમાં ગરીબોને મદદ કરવા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રૂ. 1.70 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આજે એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં શ્રીમતી સીતારામને કહ્યું હતું કે, “આજના પગલાંનો આશય દરિદ્રનારાયણ સુધી પહોંચવાનો છે, એમના હાથમાં ખાદ્યાન્ન અને નાણાં આપવાનો છે, જેથી તેમને આવશ્યક પુરવઠાની ખરીદી કરવામાં અને રોજિંદા જરૂરિયાતની ચીજવસ્તુઓની પૂરી કરવામાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે.”

આ જાહેરાત દરમિયાન રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય નાણાં અને કૉર્પોરેટ બાબતોના મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર, આર્થિક બાબતોના વિભાગના સચિવ શ્રી અતાનુ ચક્રવર્તી અને નાણા સેવા વિભાગના સચિવ શ્રી દેબાશિષ પાંડા પણ ઉપસ્થિત હતા. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના ઘટકો નીચે મુજબ છેઃ-

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ

I. સરકારી હોસ્પિટલો અને હેલ્થકેર કેન્દ્રોમાં કોવિડ-19 સામે લડતા હેલ્થ વર્કર્સ માટે વીમાયોજના

· સફાઈ કર્મચારીઓ, વોડ-બોય, નર્સો, આશા વર્કર્સ, પેરામેડિક્સ, ટેકનિશિયન્સ, ડૉક્ટરો અને સ્પેશ્યાલિસ્ટો તથા અન્ય હેલ્થ વર્કર્સને વિશેષ વીમાયોજના દ્વારા આવરી લેવામાં આવશે.

· વિડ-19 દર્દીઓની સારવાર કરનાર સ્વાસ્થ્ય ક્ષેત્ર સંકળાયેલા કોઈ પણ વ્યાવસાયિક સાથે કોઈ દુર્ઘટના થાય, તો તેમને વીમા અંતર્ગત રૂ. 50 લાખની રકમનું વળતર ચુકવવામાં આવશે.

· તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો, વેલનેસ કેન્દ્રો તથા કેન્દ્ર અને રાજ્ય સરકારોની હોસ્પિટલોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે, જેમાં અંદાજે 22 લાખ હેલ્થ વર્કર્સને આ રોગચાળા સામે લડવા વીમાકવચત પ્રદાન કરવામાં આવશે.

II. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

· ભારત સરકાર સુનિશ્ચિત કરશે કે આગામી ત્રણ મહિનામાં આ કસોટીના સમયગાળામાં અનાજની અનુપલબ્ધતાને કારણે કોઈ પણ વ્યક્તિને, ખાસ કરીને કોઈ પણ ગરીબ પરિવારને ભૂખમરાનો સામનો ન કરવો પડે.

· 80 કરોડ વ્યક્તિઓ એટલે કે ભારતની બે-તૃતિયાંશ વસ્તીને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

· તેમાંથી દરેક વ્યક્તિને આગામી ત્રણ મહિનામાં તેમના હાલના વેતન/મજૂરીથી બેગણી રકમ આપવામાં આવશે.

· આ વધારાની રકમ નિઃશુલ્ક આપવામાં આવશે.

કઠોળ:

· ઉપર ઉલ્લેખિત દરેક વ્યક્તિને પ્રોટિનની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પરિવારદીઠ 1 કિલોગ્રામ અનાજ આપવામાં આવશે. આ અનાજ આગામી ત્રણ મહિના પ્રાદેશિક પસંદગીઓ મુજબ આપવામાં આવશે.

· આ કઠોળ ભારત સરકાર દ્વારા નિઃશુલ્ક આપવામાં આવશે.

III. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ,

ખેડૂતોને લાભ:

· વર્ષ 2020-21માં બાકી રૂ. 2,000નો પ્રથમ હપ્તો અગાઉથી ચૂકવવામાં આવશે અને પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ એપ્રિલ, 2020માં ચૂકવણી થઈ જશે.

· આમાં 8.7 કરોડ ખેડૂતોને આવરી લેવામાં આવશે.

IV. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ રોકડ હસ્તાંતરણ:

ગરીબોને મદદ:

· કુલ 20.40 કરોડ પીએમજેડીવાય મહિલા ખાતાધારકોને આગામી ત્રણ મહિના માટે દર મહિને રૂ. 500ની વધારે રકમ આપવામાં આવશે.

ગેસ સીલિન્ડર:

· પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત આગામી ત્રણ મહિના માટે 8 કરોડ ગરીબ પરિવારોને નિઃશુલ્ક ગેસ સીલિન્ડર આપવામાં આવશે.

સંગઠિત ક્ષેત્રોમાં ઓછું વેતન મેળવતા લોકોને મદદ:

· જે લોકો દર મહિને રૂ. 15,000ની કમાણી ધરાવે છે તેઓ રોજગારી ગુમાવવાનું જોખમ ધરાવને છે તેમજ 100થી ઓછા કામદારો ધરાવતા વ્યવસાયો બંધ થવાનું જોખમ છે.

· આ પેકેજ અંતર્ગત સરકારે આગામી ત્રણ મહિના માટે તેમની માસિક આવકના 24 ટકા હિસ્સાની ચૂકવણી તેમના પીએફ ખાતામાં કરવાની દરખાસ્ત રજૂ કરી છે.

· એનાથી તેમની રોજગારીમાં વિક્ષેપ ઊભો નહીં થાય.

વરિષ્ઠ નાગરિકો (60 વર્ષથી વધારે), વિધવાઓ અને દિવ્યાંગો ને મદદ:

· દિવ્યાંગ કેટેગરીમાં આશરે 3 કરોડ વયોવૃદ્ધ વિધવાઓ અને લોકો છે, જેઓ કોવિડ-19ને કારણે ઊભી થયેલા આર્થિક વિક્ષેપને કારણે જોખમમાં છે.

· સરકાર આગામી ત્રણ મહિના દરમિયાન આ મુશ્કેલીઓ સામે ટકવલા તેમને દરેકને રૂ. 1,000 આપશે.

મનરેગા

· પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મનરેગાનાં વેતનમાં 1 એપ્રિલ, 2020થી રૂ. 20 સુધીનો વધારો થશે. મનરેગા હેઠળ વેતનમાં વધારો કામદારને વર્ષે રૂ. 2,000ની વધારાની આવક આપશે.

· એનાથી આશરે 13.62 કરોડ પરિવારોને લાભ થશે.

V. સ્વયં-સહાય જૂથો:

· મહિલાઓએ 63 લાખ સ્વયંસહાય જૂથો (એસએચજી)ની રચના કરીને 6.85 કરોડ ઘરોને ટેકો આપ્યો છે.

· જામીનમુક્ત ધિરાણની મર્યાદા રૂ. 10 લાખથી વધારીને રૂ. 20 લાખ કરવામાં આવી.

VI. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના અન્ય ઘટકો

સંગઠિત ક્ષેત્ર:

· કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ નિયમનોને સુધારવામાં આવશે, જેનો ઉદ્દેશ એમાં રોગચાળાનો સમાવેશ કરવાનો છે, જેને કર્મચારીઓનાં ખાતાઓમાંથી 75 ટકા રકમ કે ત્રણ મહિનાનો પગાર, બેમાંથી જેમાં રકમ ઓછી હશે, એને નોન-રિફંડેબલ એડવાન્સની મંજૂરી આપવાના કારણ સમાવવામાં આવશે.

· ઇપીએફ અંતર્ગત ચાર કરોડ કામદારોના પરિવારો આ ભંડોળનો લાભ લઈ શકે છે.

બિલ્ડિંગ અને અન્ય કન્સ્ટ્રક્શન વર્કર્સ માટે કલ્યાણકારક ફંડ:

· કેન્દ્ર સરકારના કાયદા હેઠળ બિલ્ડિંગ અને અન્ય કન્સ્ટ્રક્શન્સ વર્કર્સ માટે કલ્યાણકારી ભંડોળ ઊભું કરવામાં આવ્યું છે.

· ફંડમાં આશરે 3.5 કરોડ નોંધણી થયેલા કામદારો છે.

· રાજ્ય સરકારોને આ ભંડોળનો ઉપયોગ આર્થિક પરિવર્તન સામે તેમને સંરક્ષણ પૂરું પાડવા આ કામદારોને સહાય આપવા અને ટેકો આપવા માટે ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવશે.

જિલ્લા ખાણ ભંડોળ

· રાજ્ય સરકારને જિલ્લા ખાણ ભંડોળ (ડીએમએફ) અંતર્ગત ઉપલબ્ધ ભંડોળનો ઉપયોગ કોવિડ-19 રોગચાળાના પ્રસારને અટકાવવા સાથેના સંબંધમાં તબીબી પરીક્ષણ, ચકાસણી અને અન્ય જરૂરિયાતો પૂરી પાડવા અને વધારવા માટે ઉપયોગ કરવા તેમજ આ રોગચાળા સાથે સંબંધિત દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવાનું કહેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.