Western Times News

Latest News in Gujarat

મુખ્યમંત્રી રાહત નિધિમાં કુંડળ ધામ દ્વારા રૂા.૨૫ લાખના દાનનો ચેક અપાયો

અમદાવાદ, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજય સરકારને મદદરૂપ થવા મુખ્યમંત્રીશ્રી રાહત નિધિમાં સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ દ્વારા રૂા.૨૫ લાખના દાનનો ચેક નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને અર્પણ કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વ આજે કોરોના વાયરસના સંક્રમણથી પ્રભાવિત થયુ છે. ત્યારે ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી રહી છે.