Western Times News

Gujarati News

લીમખેડા ના નાયબ કલેક્ટર દ્વારા પગપાળા વતન પરત ફરી રહેલા શ્રમજીવીઓ મેડીકલ ચેકઅપ અને નાસ્તા ની વ્યવસ્થા કરાઈ

સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસ દિવસે દિવસે પ્રસરતો જાય છે જેને અટકાવવા અને લોકોની સુખાકારી જળવાઈ રહે તે માટે લીમખેડા નાયબ કલેક્ટર ડી.કે.હડિયેલ દ્વારા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે નાયબ કલેક્ટર લીમખેડા દ્વારા પાણીયા હાઈવે રોડ ઉપર મેડીકલ ટીમ સાથે પહોંચ્યા હતા

અને હાઈવે રોડ પર સમગ્ર ગુજરાત માંથી સેંકડો કિલો મીટર પગપાળા ચાલીને પરત આવતા લોકોને પાણીયા ખાતે હાઈવે રોડ પર રોકીને તેઓનું આરોગ્ય વિભાગની મેડીકલ ટીમ મારફતે ચેકઅપ કરવામાં આવ્યું હતું અને તમામ શ્રમિકોને સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા, સાથે નાયબ કલેક્ટર ડી.કે.હડિયેલ દ્વારા પગપાળા આવતા ગરીબ શ્રમિકો માટે ચા-નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેઓને વતનમાં જવા માટે ખાનગી વાહન ની વ્યવસ્થા કરવામાં આવી હતી. નાયબ કલેક્ટર ડી.કે.હડિયેલ નો શ્રમિકો આભાર માનતા વતન જવા રવાના થયા હતા. (મયુર રાઠોડ દાહોદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.