Western Times News

Gujarati News

 અમદાવાદમાં  કોરોનાથી 46 વર્ષીય મહિલાનું મોત : મૃત્યુઆંક 2

Files Photo

અમદાવાદ: કોરોના વાઈરસના પગલે રાજ્યમાં 53 કેસો નોંધાયા છે અને 3ના મોત થયા હતા. જેમાં અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લેતી 46 વર્ષીય મહિલાનું મોત થતા કોરોના વાઈરસથી અમદાવાદમાં મૃત્યુ આંક 2 થયો છે જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે મોતનો આંક 4 પર પહોંચ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 17 કેસો નોઁધાયા છે.

ગુજરાત રાજ્યમાં વધુ ૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા ૫૩ પહોંચી ગઇ છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ ૩ લોકોના મોત નીપજ્યાં છે. આરોગ્ય અગ્ર સચિવે જયંતિ રવિએ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે વડોદરામાં વધુ એક નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં મહેસાણામાં પહેલો કોરોનાનો કેસ નોંધાયો છે. રાજ્યમાં ૫ એપ્રિલ સુધી પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી શકે છે. હાલમાં તો કોરોનાપીડિત દર્દીઓના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે.

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું છેકે, રાજ્યમાં ઇન્ક્યુબેશન પરિયડ્‌સ ચાલુ હોવાથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ શકે છે. આગામી ૫ એપ્રિલ સુધી કેસમાં વધારો થાય તેવી સંભાવના છે. હાલ રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યા છે. હાલ ગુજરાત સરકાર દ્વાર કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે શક્યત તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસમાં જ્યાં જ્યાં ટોળા ઉભરાય છે, તે સમસ્યા દૂર કરીને વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જેથી લોકો એકબીજાના સંપર્કમાં આવતા બચી શકે. નિહારીકા રવિયા

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.