Western Times News

Gujarati News

 હવે તમારી પર નજર રાખશે ‘ઉડતી આંખ’, માલપુર પોલીસે ડ્રોનની મદદથી ૫ શખ્સો સામે ગુન્હો નોંધ્યો 

અરવલ્લી પોલીસનું ક્લોઝડાઉનઃ   કોરોનનો અજગરી ભરડો દેશના નાગરિકોને ધીરે ધીરે લપેટ માં લઇ રહ્યો છે ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવનાં કેસો વધી રહ્યા છે. અને હવે સ્થાનિક સ્તરે પણ કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. ગુજરાતમાં કોરોનાનાં કુલ 55 પોઝિટિવ કેસ નોંધાયા છે. અને 4 લોકોનાં મોત નિપજ્યાં છે લોકડાઉન હોવા છતાં રાજ્યમાં લોકોમાં ગંભીરતાનો અભાવ જોવા મળી રહ્યો છે

કડક અમલ વચ્ચે પણ લોકો હજુ પણ બહાર નીકળી રહ્યા છે.  અરવલ્લી જીલ્લા એસપી મયુર પાટીલે લોકડાઉનની શખ્ત અમલવારી માટે “ઉડતી આંખ”  ડ્રોનની મદદથી બહાર નીકળતાં લોકો પર નજર રાખવામાં આવી રહી છે.અને જાહેરનામાનો ભંગ કરનાર શખ્શો સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

લોકડાઉનમાં શહેરી વિસ્તારોમાં લોકો ટોળા વળી બેસી રહેતા અને વાહનો લઈ અંતરિયાળ વિસ્તારોમાં લોકો રખડપટ્ટી કરતા હોવાનું પોલીસતંત્રને ધ્યાને આવતા  અરવલ્લી જીલ્લાના મોડાસા શહેર સહીત તમામ તાલુકા મથકોએ અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ ડ્રોનની મદદથી તમારા પર નજર રાખશે. અને ઘરની બહાર નીકળશો તો તમારા પર કડક કાર્યવાહી કરવામાં આવશે. ડ્રોનની મદદથી લોકો પર નજર રાખવાની શરૂઆત કરવામાં આવી છે માલપુર પોલીસ સ્ટેશનમાં અરવલ્લી જીલ્લામાં સૌપ્રથમ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી ટોળું વળાઈ બેસી રહેલા ૫ શખ્શો સામે લોકડાઉન અને જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

માલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એમ.સોલંકી અને  તેમની ટીમે માલપુર નગર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનની  અમલવારી માટે સઘન પેટ્રોલિંગ હાથધર્યું છે માલપુર પોલીસે ડ્રોન કેમેરામાં કસ્બા વિસ્તારમાં મકાનની પાછળ ખુલ્લામાં ટોળે વળેલા  ૫ શખ્શો જોવા મળતા તાબડતોડ પહોંચી જગ્યાને કોર્ડન કરી ૧)વિશાલ સુરેશભાઈ કોટવાળ,૨) અજય મુકેશભાઈ ઝાલા,૩) રાહુલ કિશોરભાઈ ઝાલા,૪)અજય દિલીપભાઈ ઝાલા અને ૫) સતીશ સુરેશભાઈ કોટવાળ (તમામ રહે,માલપુર) વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

ધનસુરા પોલીસે ઉમિયા ક્વોરીનાં માલિકો સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કર્યો  હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે અરવલ્લી જીલ્લામાં ૧૪૪ કલમ અમલમાં છે ત્યારે ધનસુરા તાલુકાના બોરવાઈ ગામ નજીક આવેલ ઉમિયા ક્વોરીમાં ક્વોરી માલિક પ્રફુલ બાબુભાઈ પટેલ અને તેમનો મળતિયો કાળજી રમણજી પરમાર નામનો શખ્શ ક્વોરીમાં મજૂરો રાખી કામ કરાવતા હોવાથી જાગૃત નાગરિકે ઉમિયા ક્વોરી ધમધમતી હોવાનો વિડીયો ધનસુરા પોલીસને મોકલતા  .આઈ.એફ.એલ.રાઠોડ અને તેમની ટીમે ઉમિયા ક્વોરીમાં રેડ કરી બંને શખ્શો સામે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી વડાગામ પંથકમાં લોકડાઉનમાં પણ અનેક ક્વોરીઓ ગેરકાયદેસર રીતે ધમધમી રહી હોવાની બૂમો ઉઠી છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.