Western Times News

Latest News in Gujarat

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.5.51 લાખની રકમના દાન કરાયું   

અરવલ્લી જિલ્લામાં  ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.5.51 લાખની રકમના દાનની  જાહેરાત કરાઈ  હોવાનું ટ્રસ્ટના  વાઇસ ચેરમેન રણવીસિંહ ડાભીએ જણાવ્યું છે.ટ્રસ્ટના ચેરમેન મહાઈશભાઈ ઉપાધ્યાય અને ટ્રસ્ટ કમિટીનમાં કરેલા નિર્ણય મુજબ કોરાના વાયરસ પીડિત લોકો માટે મદદના ભાગરૂપે રાજ્યના મુખ્ય મંત્રી રાહત ફંડમાં આ દાન જમા કરાવાશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસ કોવિંદ-૧૯ રોગ આખા વિશ્વમા હાહાકાર મચાવી દીધેલ છે જેની જેની સામે ભારત દેશને બચાવવા માટે  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ૨૧ દિવસ માટે  સમગ્ર દેશને લોકડાઉન કરેલ છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સહકારી સંસ્થાઓ, ટ્રસ્ટો તથા વ્યક્તિગત રીતે દેશ-દુનિયાના લોકોએ આ વાયરસ ની સામે લોકોને મદદરૂપ થવા માટે ખુલ્લા મને  મદદ કરી રહ્યા છે. આ સંજોગોમાં શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ શામળાજી તરફથી માનનીય મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય ના રાહત ફાળામાં રૂપિયા પાંચ લાખ ૫૧ હજાર આપવાનો નિર્ણય લીધેલ છે એવું શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના મેનેજર શ્રી કનુભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવેલ છે.