Western Times News

Gujarati News

વિરપુર તાલુકામાં કોરોના વાઈરસ સંક્રમણ નિયંત્રણ માટે તાલુકા તંત્ર ખડેપગે

મામલતદાર, પીએસઆઇ,ટીડીઓ વિરપુર તાલુકાની ૩૨ ગ્રામ પંચાયત સરપંચોને મળીને સહકાર આપવા અનુરોધ કર્યો…
વિરપુરમાં લોકડાઉન તંત્ર દ્વારા નગર સહિત તાલુકાના છેવાડાના ગામડાઓમાં ચુસ્ત પણે અમલ કરાવવામાં સફળ બન્યુ છે જીલ્લામાં નોવેલ કોરોના વાઈરસના સંક્રમણ નિયંત્રણ માટે ઠેર ઠેર પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે વિરપુર તાલુકાનુ સ્થાનીક તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે વિરપુર તાલુકાના મામલતદાર હીમાશું સોલંકી,ટીડીઓ બી કે કટારા, પીએસઆઇ કાલાસવા સહિતના અધિકારીઓ દ્વારા વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર ફરી લોકોને અને સરપંચોને મળી સહકાર આપવા અનુરોધ કર્યો હતો વિરપુર તાલુકાની ૩૨ ગ્રામ પંચાયતો આવેલી છે

જે પૈકી મોટા ભાગની પંચાયતોમાં મામલતદાર,ટીડીઓ,અને પીએસઆઇ દ્વારા રોજ બે રોજ પ્રેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તેમજ સ્વછતા લઈને પણ દરેક ગ્રામ પંચાયતોમાં કાર્યરત છે ગ્રામ્ય વિસ્તારોમાં સવારના નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી કરીયાણાની દુકાનો ખુલ્લી રાખવામાં આવી છે મામલતદાર દ્વારા તમામ ગ્રામ પંચાયતોમા સુચના આપવામાં આવી હતી કે તમામ કરીયાણાની દુકાનો પર ગોળ સર્કલ કરી ગ્રાહકો ને સર્કલ પર ઉભા રાખી વેપાર કરવા આદેશ કર્યો હતો હાલ વિરપુર તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં ૧૪૪ કલમ તેમજ સોશિયલ ડિસ્ટસ્નિંગ લઈને મોટાભાગના લોકોનો સહકાર મળી રહ્યો છે…


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.