Western Times News

Gujarati News

હું કોરોના કિલર છું” એન્ડ્રોઇડ સ્પર્ધા ઇનામ જીતો : સાબરકાંઠા 

પોલીસની લોકડાઉનમાં ઘરમાં રહી પ્રવૃત્તિમય રહે તે માટે અનોખી પહેલ  સાબરકાંઠા જીલ્લા પોલીસતંત્ર હંમેશા કાયદાની કડક અમલવારી સાથે અધિકારીઓ અને કર્મચારીઓ વિવિધ સેવાકીય કાર્યો થકી માનવતાની મહેક ફેલાવતા રહે છે સ્માર્ટ ફોન અને ડિજિટલ યુગના જમાનામાં  સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા  લોકડાઉન દરમિયાન લોકો ઘરમાં રહે અને સુરક્ષિત રહે તે હેતુથી મનોરંજન અને ફિટનેસ પ્રતિયોગીતા બનાવી છે ૨૧ દિવસ દરમિયાન ઘરની બહાર ન નીકળે તે માટે બાળકો તેમજ યુવાનો મહિલાઓ માટે ‘હું કોરોના કિલર છું’ નામની પ્રતિયોગિતા બનાવી છે જેમાં સ્માર્ટ ફોન યુઝર્સ સ્પર્ધામાં ભાગ લઈ ઈનામો જીતી શકે છે

 “હું કોરોના કિલર સ્પર્ધા” અંગે એ.એસ.પી ર્ડો.લવીના સિંહના જણાવ્યા અનુસાર જીલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલિક સર ના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે  “હું કોરોના કિલર સ્પર્ધા” ૨૧ દિવસ દરમિયાન લોકો પોતાના પરિવાર સાથે ઘરે બેઠા મનોરંજન મેળવે સાથે સુરક્ષિત રહે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

આ પ્રતિયોગિતામાં દરેક ઉંમરના લોકો બાળકો યુવા અને વડીલ તમામ પોતાનામાં રહેલી આવડત હોશિયારી નો બે-ત્રણ મિનિટ નો વિડીયો બનાવી વોટસએપ નંબર “૬૩૫૯૬૨૬૮૯૧” પર મોકલી આપવાનો છે. હેન્ડીક્રાફ્ટ હેન્ડ, હેલ્પીંગ હેન્ડ , કિંગ અને ક્વીન કુકિંગ, નૃત્ય ,ગાયકી જેવી સ્પર્ધાઓ બાળકો માટે કોરોના જાગૃતિ માટેની ચિત્રસ્પર્ધા સાથે યોગ ચેલેન્જ  અને ફિટનેસ  ચેલેંજના રોજ ના વિડીયો બનાવી પોતાના વોટસએપ પરથી નામ સરનામાં સાથે મુકવાનો રહેશે આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોમાંથી ઉત્કૃષ્ટ વિડીયો મોકલનાર ત્રણ પુરૂષ તથા ત્રણ મહિલા વિજેતા અને પુરસ્કાર આપવામાં આવશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.