Western Times News

Gujarati News

શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવોમાં ભડકો

મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી શાકભાજીની આવકમાં રપ થી ૩૦ ટકાનો ઘટાડો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : છેલ્લા-૩-૪ દિવસથી પડી રહેલા ભારેથી અતિભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતને ઘમરોળી નાંખ્યુ છે. લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત કરી નાંખ્યુ છે. તથા રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન વ્યવહારને પણ ઘેરી અસર પહોંચી છે. રસ્તા ઉપર ૩-૪ ફૂટના પાણી ભરાવાથી ભારે મુશ્કેલીથી રસ્તા પરથી ધીમી ગતિએ વાહનો ચાલતા હતા. રસ્તા ઉપરના વાહન વ્યવહારને અસર પહોંચતા શાક માર્કેટમાં શાકની આયાત પર પણ ગંભીર અસર પહોંચી છે. અમદાવાદમાં બહારગામથી આવતા શાકભાજીની આવકમાં દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે રપ- ૩૦ ટકા જેટલો ઘટાડો થયો છે. તથા કેટલાંક શાકભાજી વરસાદના પાણીથી પલળવાને કારણે સડી ગયા છે. અથવા બગડી ગયા છે. જે વેચવા માટે પણ લાયક રહ્યા નથી.

શાકભાજીની આવકમાં ઘટાડો તથા બગડેલા શાકભાજીને કારણે શાકભાજીના ભાવોમાં ભડકો થવા પામ્યો છે. અને હવામાન ખાતાની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો શાકભાજીના ભાવો હજુ પણ વધે એવી શક્તાઓ છે. આજે છૂટક બજારમાં ચોળી, ફણસી, ગવાર, દૂધી, પરવળ, ભીંડા, વગેરે ૧૦૦થી શરૂ કરી રૂ.ર૦૦ એ કિલોએ વેચાય છે. ટામેટા જે ૬૦ રૂપિયે કિલો હતા તે રૂ.૮૦ થી રૂ.૧૦૦ની આસપાસ વેચાય છે.

હવે શાકભાજીની આવક ઘટતાં હજુ ભાવ વધવાની સંકેત મળી રહ્યા છે. હાલના શાકભાજીના જે ભાવો છે તેને કારણે ગૃહિણીઓનું બજેટ અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. ર૦ થી રપ ટકા ભાવમાં વધારો થતાં ગૃહિણી માટે શાક લેવું મોંઘુ પડી જશે. શાકભાજીના વધતા જતાં ભાવો ખરેખર ચોમાસામાં નીચા હોવા જાઈએ પરંતુ ભારે વરસાદને કારણે શાકભાજીના ભાવો ઉંચા ગયા હોવાનું જથ્થાબંધ માર્કેટના વેપારીએ જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.