Western Times News

Gujarati News

‘વેદાંત’ દ્વારા અનેક દેશોના સ્કોલર્સને સાંકળતી ઓનલાઈન રિસર્ચ કોન્ફરન્સનું આયોજન

લોકડાઉન દરમિયાન સંશોધકોના સંશોધનો લોકડાઉન ન થાય અને આ કટોકટીની સ્થિતિમાં જરૂરિયાતમંદોને મદદ મળી રહે એ મુખ્ય ઉદ્દેશ્ય

વેદાંત પબ્લિકેશનસ એન્ડ એજ્યુકેશનલ સર્વિસીસ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે મલ્ટીડીસીપ્લીનરી મલ્ટીલિન્ગ્યુઅલ ઓનલાઇન કોન્ફરન્સનું આયોજન તારીખ ૧૦ મે ૨૦૨૦ ના રોજ થઈ રહ્યું છે. આ કોન્ફરન્સના મુખ્ય બે ઉદ્દેશો છે જેમાં પ્રથમ સંશોધકોને તેમના ક્ષેત્રમાં સંશોધન કરવાની અને તેને લોકો સુધી પહોંચાડવાની તક પુરી પાડવી અને બીજું કે સાંપ્રત કટોકટીના સમયમાં જરૂરિયાતમંદોની રોજિંદી જરૂરિયાતો સંતોષવામાં શક્ય એટલી મદદ પહોંચાડવી. આ કોન્ફરન્સમાં ભારત, યુ.કે. અને કેનેડા સહિતના અનેક દેશોના સ્કોલર્સ ભાગ લેવા જઇ રહ્યા છે. આર્ટ્સ એન્ડ હ્યુમેનિટીસ, લાઈબ્રેરી સાયન્સ, એજ્યુકેશન, સોશિયલ સાયન્સ, જર્નાલિઝમ એન્ડ માસ-મીડિયા, લો, કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, એનવાયર્નમેન્ટ સાયન્સ, હોમ સાયન્સ, એન્જીનીયરીંગ તથા શારીરિક શિક્ષણ સહિતના ક્ષેત્રમાંથી વિષય પસંદ કરીને સંશોધકો પોતાના સંશોધનો ઓનલાઇન રજૂ કરશે.

આ સાથે ઉપરોક્ત વિષયના પોતાના સંશોધન પત્રો મોકલવા ‘વેદાંત’ સંશોધકોને આમંત્રિત કરી રહ્યું છે. સંશોધકોના સંશોધન પત્રો અને લેખો વિધ્યાયન- ઇન્ટરનેશનલ રેફર્ડ ઈ-જર્નલમાં (પીઅર-રિવ્યુડ, મલ્ટીડિસીપ્લીનરી મલ્ટીલીન્ગ્યુઅલ જર્નલ)માં પબ્લિશ કરવામાં આવશે. કોન્ફરન્સમાં ભાગ લેનાર દરેક સંશોધકોને ઓનલાઇન કોન્ફરન્સ કઈ રીતે એટેન્ડ કરવી એની પૂરતી તાલીમ પણ આપવામાં આવશે. કોન્ફરન્સના અંતે કુરિયર મારફતે સર્ટિફિકેટ્સ આપવામાં આવશે.

કોંફરન્સની રજિસ્ટ્રેશન ફી નેશનલ્સ માટે રૂ. ૧૧૦૦/- અને ફોરેઇન નેશનલ્સ માટે $૩૦ રાખવામાં આવેલ છે. આ કોન્ફરન્સમાં મળેલ રજિસ્ટ્રેશન ફીને અનુદાન પેટે ગણીને કોવિડ-૧૯ની મહામારી વચ્ચે જીવતા જરૂરિયાતમંદ પરિવારો માટે વાપરવામાં આવશે.

હરહંમેશની જેમ વેદાંત પોતાના ક્ષેત્રમાં અગ્રેસર રહ્યું છે. આ વખતે પણ લોકડાઉનના સમય દરમિયાન સંશોધકોના સમાજ કલ્યાણના સંશોધનો લોકડાઉન ન થાય એ માટે ‘વેદાંત’ ગુજરાતમાં સૌપ્રથમ વખત થનાર આ પ્રકારની ઓનલાઇન ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે. હાલના સમયમાં વિશ્વને નૂતન દ્રષ્ટિકોણ સાથે કોલાબોરેટિવ ટેકનોલોજી અને હ્યુમન વિઝડમની તાતી જરૂર છે ત્યારે ‘વેદાંત’ આ ક્ષેત્રમાં પહેલ કરી રહ્યું છે. આ પહેલને ગુજરાતના મોખરાના શિક્ષણશાસ્ત્રીઓએ વખાણ્યું પણ છે.

આ સાથે શ્રેષ્ઠ સંશોધન પેપરને રૂ. 11,000/- નું ઇનામ એનાયત કરવામાં આવશે તેવી જાહેરાત વેદાંત વતી શ્રી રાજ સોની એ કરી છે. સંશોધકોએ રજિસ્ટ્રેશન કરવા માટે www.MyVedant.com/conference વેબસાઇટની મુલાકાત લેવી. આ ઉપરાંત સંશોધકો વધુ વિગતો માટે [email protected] અને મોબાઈલ નંબર ૯૭૨૩૪૭૬૨૫૧ તથા ૯૯૮૭૯૯૯૯૯૦ ઉપર પણ સંપર્ક કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.