Western Times News

Gujarati News

અદાણી ઇલેક્ટ્રિસિટી અને સરકારી સંસ્થાઓ કોવિડ-19ના પડકારને જીલવા સજ્જ

· ક્વોરેન્ટાઇનના હેતુ માટે ઓળખી કઢાયેલા 2957 ફ્લેટ્સ અને 500 બેડની ક્ષમતાવાળી 9 હોસ્પિટલ્સ માટે પુરવઠો પૂરો પડાયો

· 500 વ્યક્તિઓને સમાવી લેવાની ક્ષમતા સાથેના મહારાષ્ટ્ર હોમ ગાર્ડ્ઝ દ્વારા બાંધવામાં આવેલા વર્સોવા મેદાન ખાતેના 30,000 ચોરસ ફૂટના કેમ્પમાં 24 કલાકનો પુરવઠો પૂરો પડાયો

મુંબઇ, મુંબઇમાં હાલમાં કોવિડ-19ના અત્યાર સુધીમાં 1936 કેસ છે. રાજ્ય સરકાર, એમસીજીએમ, જિલ્લા કલેક્ટર અન્ય સત્તાવાળાઓની સાથે કોવિડ-19 રોગચાળાને નાથવા માટે સખત મહેનત કરી રહ્યા છે.

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા વહેલાસર નિદાન અને ક્વોરેન્ટાઇનને અગ્રિમતા આપવા માટેની માર્ગદર્શિકા કોવિડ-19ના ફેલાવામાં ઘટાડો કરવાની અનેક અગત્યની પદ્ધતિઓમાંની એક છે. આ અભિગમના ભાગરૂપે મોટા પાયે ક્વોરેન્ટાઇ સવલતો ઊભી કરવી તે આવશ્યકતા બની ગઇ છે. અહીં મોટી સંખ્યામાં ખાલી ઇમારતો છે અને વસ્તી સિવાયના સંકુલો છે જેને ક્વોરેન્ટાઇન સવલતમાં રૂપાંતરીત કરવામાં આવ્યા છે. અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઇ સરકારના મજબૂત ટેકા સાથે આ ક્વોરેન્ટાઇન વિસ્તારમાં ઇમર્જન્સી ધોરણે વીજળી ઇન્સ્ટોલ કરી રહી છે અને પૂરી પાડી રહી છે કેમ મોટા ભાગની સવલતોમાં વીજળીનો અભાવ હતો.

અદાણી ઇલેક્ટ્રિસિટી અગ્રિમતાના ધોરણે તેમના કાર્યક્ષેત્રની હેઠળ આવતી હોસ્પિટલ્સ સહિતની પશ્ચિમ અને પૂર્વના અસરગ્રસ્ત વિસ્તારોમાં અગ્રમિતાના ધારણે સતત વીજપુરવઠો પૂરો પાડી રહી છે, જેમાં શિવાજીનગરમાં મેટરનીટી કેર સેન્ટર, અંધેરીમાં એમસીજીએમ હોસ્પિટલ અને ક્વોરેન્ટાઇન હેઠળ રહેલા થોડા વધુ આવાસ વિસ્તારોનો સમાવેશ થાય છે. એમસીજીએમ, જીલ્લા કલેક્ટર, સિવીલ ડિફેન્સ ડિરેક્ટોરેટ અને એસઆરએ ઓથોરિટીઝના સહકારથી એઇએમએલે જ્યાં વીજળીનો અભાવ હતો તેવા આખા શહેરમાં વિવિધ ક્વોરેન્ટાઇન કેન્દ્રોને વીજ જોડાણો પૂરા પાડ્યા છે.

વિવિધ સરકારી ઓથોરિટી દ્વારા ક્વોરેન્ટાઇનના હેતુ માટે ઓળખી કઢાયેલા વીજ પુરવઠા વિશે બોલતા એઇએમએલના પ્રવક્તાએ જણાવ્યું હતુ કે,” અમારી ઓન ગ્રાઉન્ડ ટીમે અત્યાર સુધીમાં અમારા સમગ્ર વિતરણ વિસ્તારમાં 2957 ફ્લેટ્સ માટે વીજ પુરવઠો પૂરો પાડ્યો છે. તેમજ વધુ 455 ફ્લેટ્સ માટે પુરવઠો પૂરો પાડવાની તૈયારીમાં છીએ. ફ્લેટ્સ સિવાય અમે 500 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલ માટે અને 500 વ્યક્તિઓને સમાવી લેવાની ક્ષમતા સાથેના મહારાષ્ટ્ર હોમ ગાર્ડ્ઝ દ્વારા બાંધવામાં આવેલા વર્સોવા મેદાન ખાતેના 30,000 ચોરસ ફૂટના કેમ્પમાં 24 કલાકનો પુરવઠો છૂટો કરાયો છે.”

આ રોગચાળાની પરિસ્થિતિમાં આવશ્યક સેવા માટેના અદાણી ઇલેક્ટ્રિસિટીના કર્મચારીઓ કે જેઓ અથાગ કામ કરે છે તેઓ અજ્ઞાત હીરો છે અને પોતાના કાર્યો અંગત રીતે ઉપાડી લીધા છે. આ પહેલનો હેતુ લોકો સુરક્ષિત રીતે રહી શકે અને સતત પુરવઠો પ્રાપ્ત કરી શકે તેવો છે, જે લોકડાઉનના સમયગાળામાં પ્રાથમિક જરૂરિયાત છે. એઇએમએલ સક્રિય રીતે કામ કરી રહી છે જેથી સુરક્ષિત અને વિશ્વસનીય વીજ પુરવઠો પૂરો પાડવાની પ્રક્રિયા દરમિયાન તેના કર્મચારીઓની સુરક્ષા અને સુખાકારીનો ખ્યાલ રાખી શકાય, તેના માટે કાર્યસ્થળે આવવા તેમને વાહનવ્યવહારની સવલત, દૈનિક 3 ભોજનની સવલત પૂરી પાડવામાં આવે છે તેમજ તેમને સેનીટાઇઝેશન, માસ્ક, ગ્લોવ્ઝ વગેરે જેવા રક્ષણાકત્મક સાધનોથી પણ રક્ષણ પૂરું પાડી રહ્યા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.