Western Times News

Gujarati News

ઇલેક્ટ્રિક, હાર્ડવેર, કાપડની દુકાનોના માલિકો પર ગુનો દાખલ કરાયો

સંજેલી મથકે જાહેરનામાનો ભંગ કરનાર એક જ દિવસમાં નવ દુકાનો સામે કાર્યવાહી-લાોકડાઉનમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર સંજેલીમાં નવ વેપારી સામે ગુનો દાખલ.

(પ્રતિનિધિ સંજેલી – ફારૂક પટેલ) સંજેલી તાલુકા મથકે ઇલેક્ટ્રિક હાર્ડવેર કાપડ તમાકુ બનાવટ સહિતની અલગ અલગ ૯ સ્થળોએ પોલીસે દરોડો પાડી ૨૩૦૦૦ જેટલા રૂપિયાનો તમાકુ બનાવટનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની જાણ થતાં જ મોર્નિંગમાં ગેરકાયદેસર ખોલતા દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

કોરોના વાયરસની મહામારી ને લઈને ત્રીજા તબક્કાના લોગ ડાઉનમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ સિવાયની દુકાનોને બપોરના ૧થી પ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની શરતી મંજૂરી આપવામાં આવી છે.સવારમાં જ વધુ ધંધો થવાથી કેટલાક લોભિયા વેપારીઓ પોતાનો ગેરકાયદેસર ધંધો શરૂ કરી દેતા સંજેલીના ઇન્ચાર્જ પીએસઆઇ.

જે.બી ધનેશા અે લાલ આંખ કરતાં લોક ડાઉન ના ૪૩ જેટલા દિવસમાં પ્રથમ વખત અેકજ દિવસ મા ૯ દુકાનો સામે કલેક્ટરના ૧૪૪ જાહેરનામાં ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે જેને લઇ આખા સંજેલી તાલુકામાં ગેરકાયદેસર દુકાન ખોલનારા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. સંજેલી માંડલી ચોકડી પર ૧)આરીફ મજીદ મકુલ રહેણાંક મકાનમાં ગેરકાયદેસર તમાકુ બનાવટનો વેચાણ કરતો હોવાની ભાટણી ને આધારે પોલીસે દરોડો પાડી તમાકુ બનાવટનો રુ ૨૨૯૨૨ નો મુદ્દામાલ કબ્જે કરી આરીફની ધરપકડ કરી હતી.૨)કુતબુદ્દીન અલી હુસેન

૩) કલ્પેશ પ્રેમચંદ પ્રજાપતિ. ઇલેક્ટ્રીકની દુકાન ૪) યસભાઇ વિનોદભાઇ ખાટ ઇલેક્ટ્રીકની દુકાન ૫) સાજિદ અનિષ કાસમ વાળા ગેરેજ .૬)મોહમ્મદ રફીક પાનવાળા ભીડ ભેગી કરી ૭) મયુર મદનલાલ વાઘરે ચા હાર્ડવેર ૮)જયેશ કનકમલ જૈન કાપડની દુકાન ૯) પિન્ટુ વર્ધીચંદ જીનગર કાપડની દુકાન ગેરકાયદેસર દુકાનો ખોલી સોશ્યલ ડિસ્ટન્સ ના જાળવી માસ્ક વગર ભીડ ભેગી કરી ગેરકાયદેસર જાહેર નામાનો ભંગ કરી ધંધો કરતા હોવાથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.