Western Times News

Gujarati News

સોલા સિવિલમાં નર્સ સહિત બેને કોરોના પોઝિટિવ

અમદાવાદ, શહેરના વિવિધ વિસ્તારો ઉપરાંત હવે કોરોનાની સારવાર કરી રહેલ હોસ્પિટલનો સ્ટાફ પણ કોરોનાના સંક્રમણમાં સપડાય છે. સિવિલ, એલજી અને કેન્સર હોÂસ્પટલ બાદ હવે સોલા સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પણ કોરોનાની લપેટમાં આવ્યો છે. રવિવારે સોલા સિવિલમાં ૧ નર્સ અને ૧ બ્રધર સહિત રના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલમાં વધુ ૧ નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવતા કેન્સર હોÂસ્પટલમાં આંક ૬૪ પર પહોંચ્યો છે.

સોલા સિવિલ હોÂસ્પટલના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ સોલા સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતી ૧ નર્સ અને ૧ બ્રબર સહિત બે લોકોનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ હાલમાં હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કુલ ર૦ર દર્દીઓ દાખલ છે. જેમાંથી ૧૪૪ પોઝિટિવ દર્દી છે જ્યારે કેન્સર હોÂસ્પટલમાં શનિવારે વધુ ત્રણના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રવિવારે વધુ એક નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવતા કેન્સર હોÂસ્પટલમાં પોઝિટિવ કેસનો આંકડો ૬૪ થયો છે.

જા કે હોસ્પિટલના સ્ટાફના ડોક્ટર, ટેકનિશિયન, ઓપરેટર, નર્સ અને સર્વન્ટ સહિત એક પછી એક ૬૪ લોકો કોરોનાની લપેટમાં આવવા છતાં હોÂસ્પટલ તંત્ર દ્વારા કોરોનાથી રક્ષણ માટેનાં કોઈ નક્કર પગલાં લેવાતા ન હોવાનું હોÂસ્પટલ સ્ટાફ જણાવી રહ્યો છે. સોલા સિવિલમાં એઆરટી સેન્ટર ચાલે છે જ્યાં એચઆઈવીના દર્દીઓ દવા લેવા આવતા હોય છે. આવા સમયે તેમને પણ ચેપ લાગવાની શક્યતા રહેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.