Western Times News

Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર વૈજ્ઞાનિકોને બિરદાવ્યાં

PIB Ahmedabad,આ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં એવા તમામ વિજ્ઞાનીઓને બિરદાવ્યાં હતાં, જેઓ અન્ય લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તનો લાવવા વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે.

શ્રી મોદીએ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસના પ્રસંગે ટ્વીટ કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, “રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર આપણો દેશ એ તમામ વૈજ્ઞાનિકોને સલામ કરે છે, જેઓ અન્ય લોકોનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આપણે આ દિવસની ઉજવણી વર્ષ 1998માં આપણા વૈજ્ઞાનિકોએ મેળવેલી ઉત્કૃષ્ટ સફળતા માટે કરીએ છીએ. આ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ સિદ્ધિ હતી.”

11 મે, 1998ના રોજ થયેલા પોખરણના પરીક્ષણનો સંદર્ભમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એ સમયે મજબૂત રાજકીય નેતૃત્વને કારણે જ પરમાણુ પરીક્ષણ શક્ય બન્યું હતું. પ્રધાનમંત્રીએ એમના મન કી બાત કાર્યક્રમ પૈકીના એક કાર્યક્રમ દરમિયાન પરીક્ષણો વિશે એમનું અવતરણ પણ ટાંક્યું હતું.

તેમણે કહ્યું હતું કે, “વર્ષ 1998માં પોખરણમાં પરીક્ષણોએ મજબૂત રાજકીય નેતૃત્વ ફરક પેદા કરી શકે છે એ પણ દર્શાવ્યું હતું. અહીં મેં પોખરણ, ભારતનાં વિજ્ઞાનીઓ અને અટલજીના નોંધપાત્ર નેતૃત્વ વિશે જે જણાવ્યું છે એ અગાઉ #MannKiBaat કાર્યક્રમોમાંથી એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.”

વધુમાં શ્રી મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “અત્યારે ટેકનોલોજી કોવિડ-19થી દુનિયાને મુક્ત કરવાના પ્રયાસોમાં ઘણી મદદરૂપ થઈ રહી છે. હું કોરોના વાયરસમાંથી મુક્તિ મેળવવાની વિવિધ રીતો પર સંશોધન અને નવીનતામાં મોખરે રહેલા આ તમામ લોકોને બિરદાવું છું. સ્વસ્થ અને શ્રેષ્ઠ પૃથ્વીની રચના કરવા ચાલો આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું જાળવી રાખીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.