Western Times News

Gujarati News

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મે મહિનામાં વિવિધ ૫ દિવસોમાં જોવા મળશે

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને ખગોળ વિજ્ઞાન વિગેરેનો સૈધાંતિક અને પ્રાયોગિક પ્રચાર-પ્રસાર દ્વારા લોક ભોગ્ય બનાવવા હેતું કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર પ્રેરિત GUJCOST માન્ય કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર વર્ષ ૨૦૦૨થી કાર્યરત છે.

લોક ડાઉન સમયે જ્યારે પ્રદુષણનું પ્રમાણ ઘટ્યું છે ત્યારે આપણા વિસ્તરનું નભ અને વિવિધ તારાઓ વગેરે આપણે નરી આંખે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. અવાવર-નવાર આકાશમાં કુદરતી અથવા માનવ નિર્મિત અવકાશીય પદાર્થો જોવા મળતા હોય છે. આવો જ એક માનવ નિર્મિત પદાર્થ ઉડતી પ્રયોગશાળા એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) આ મહિના (મે, ૨૦૨૦) માં ૫ મિનટ કરતા પણ વધારે સમય માટે વિવિધ ૫ દિવસોમાં જોવા મળવાનું છે. જે વિષે વિસ્તૃત વિગતો આપતા કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના કો-ઓર્ડીનેટર શ્રી હર્ષદભાઈ જોષી જણાવેલ.

તારીખ સમય દેખાશે ઉચાઇ સુધી જશે થી દેખાશે સુધી દેખાશે
May 15, 9:01 સાંજે 5 મી. 23° 11° પચ્છિમ દિશા 10° above ઉત્તર દિશા
May 16, 5:13 સવારે 6 મી. 48° 10° વાયવ્ય ખૂણા થી પચ્છિમ દિશા તરફ 11° અગ્નિ ખૂણો
May 16, 8:12 સાંજે 6 મી. 48° 10° નૈરુત્ય ખૂણા થી 10° વાયવ્ય ખૂણા થી પૂર્વ દિશા તરફ
May 17, 4:26 સવારે 5 મી. 23° 11° ઉત્તર દિશા થી 10° અગ્નિ-પૂર્વ દિશા તરફ
May 18, 5:15 સવારે 6 મી. 32° 11° વાયવ્ય ખૂણા થી 10° અગ્નિ-દક્ષીણ દિશા તરફ
May 19, 4:28 સવારે 5 મી. 74° 29° વાયવ્ય ખૂણા થી 11° અગ્નિ ખૂણા તરફ

ઉપરાંત તા.૧૫,૧૬ અને ૧૭ દરમ્યાન વહેલી સવારે ૪:૩૦ થી ૫:૩૦ વાગ્યે પચ્છિમ દિશામાં ચંદ્ર, ગુરુ અને શનિ ગ્રહ ની યુતિ નરી આંખે જોઈ શકાશે. સાથે મંગળ ગ્રહ પણ થોડા અંતરે નિહાળી શકાય છે.

આ ખગોળીય ઘટને જોવાનો લહાવો ચૂકશો નહિ, તેનો ફોટો અને વિડીયો અમારી સાથે અમારા સોસીયલ મીડિયા પર શેર કરવા માટે ચેરમેન શ્રી ડો. ભાવેશ ભરાડ દ્વારા અનુરોધ કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.