ઓનલાઇન નાણાંકીય છેતરપીંડના બનાવમાં વિદ્યાનગર ના પ્રોફેસરને રકમ પરત કરાવતી આપતી વિદ્યાનગર પોલીસ .
આણંદ જીલ્લા પોલીસ અધિક્ષક અજીત રાજ્યાણનાઓએ સાયબર ક્રાઇમના બનાવોમાં ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા અંગેની સુચના તથા ના.પો.અધિ.આણંદ બી. ડી. જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ વિદ્યાનગર પોલીસ સ્ટેશનની સતર્કતા થી અરજદાર ભાઇલાલભાઇ પટેલ ઉ.વ. ૪૪ નાઓને ગઇ તા .૦૯ / ૦૫ / ૨૦૨૦ ના રોજ બીગબજારમાં ઘરની જરૂરી વસ્તુ ( સામાન ) મંગાવવા માટે ફોન કરેલ હતો .
ત્યાર બાદ તેઓએ કરેલ ફોન નંબર પર થી તેઓને સામેથી ફોન આવેલ અને કહેલ કે તમારો ઓર્ડર કન્ફોર્મ કરવા માટે રૂ .૧૧ / – ટોકન અમાઉન્ટ અમો આપને આપીએ તે લીન્ક ઉપર ક્લીક કરી જમા કરાવશો . ત્યાર બાદ અરજદારનાઓએ એ લીન્ક ઉપર ક્લીક કરતાં તેઓના મોબાઇલમાં એનડેસ્ક નામની એપ્લીકેશન ડાઉનલોડ થઇ ગયેલ અને પૈસા ટ્રાન્સફર કરવા બાબતનુ ફોર્મ ઓપન થયેલ હતુ .
જે ફોર્મમાં અરજદારે વિગત ભરતાં તુરંત જ તેઓના મોબાઇલમાં ઓટીપી ( OTP ) આવેલ . પરંતુ અરજદારે તે ઓટીપી ( OTP ) આપેલ ન હોવા છતાં તેઓના અકાઉન્ટ માંથી રૂ . ૯૯૯૯ / – ઉપડી ગયેલ હતા . જેથી સદર અરજદારે પૈસા ઉપડી જવા બાબતની જાણ વિદ્યાનગર પોલીસ ને કરતાં વિદ્યાનગર પોલીસે તાત્કાલીક પગલાં ભરતાં અરજદારને રૂ . ૯૩૨૨ / – પરત કરાવી, આર્થીક નુકશાન અટકાવેલ છે .