Western Times News

Gujarati News

મ્યુનિ. ઈજનેર વિભાગે કપરા સમયમાં કેચપીટ સફાઈનું કામ પૂર્ણ કર્યુ

શહેરની ૪૬ હજાર કેચપીટનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ ઃ ૧૦પ ડી-વોટરીંંગ પંપની સર્વિસ થઈ

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ: વિશ્વભરમાં આતંક મચાવી રહેલા કોરોનાને નિયંત્રણમાં લેવા માટે દેશભરમાં લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ થઇ ગયો છે. ગુજરાત રાજ્યમાં પણ લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે. પરંતુ રાજ્ય સરકારે જનહિતને ધ્યાનમાં રાખીને છુટછાટ આપી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સરકારની ગાઈડ લાઈનનો ચુસ્ત અમલ થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સાથે સાથે નાગરિકોના હિતને ધ્યનમાં લઈ પ્રજાલક્ષી કામ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં પ્રિ-મોન્શુન એક્શન પ્લાનને પ્રાથમિકતા આપવામાં આવી છે. પ્રિ-મોન્શુન પ્લાન અંતર્ગત શહેરની તમામ કેચપીટોની સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂરો કરવામાં આવ્યો છે. જ્યારે ડી-વોટરીંગ પમ્પના ઓઈલીંગ અને વાહનો ભાડે લેવાની કામગીરી પણ લગભગ પૂર્ણ થઈ ગઈ છે.

શહેરમાં ચોમાસાના આગમન આડે એક મહિના કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. રપ માર્ચથી લોકડાઉનનો અમલ થયો હોવાથી ચોમાસાલક્ષી કામ શરૂ કરવામાં થોડો વિલંબ થયો છે. તેમ છતાં અત્યાર સુધી સંતોષજનક રીતે કામ કરવામાં આવ્યા છે. મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય પરંપરા મુજબ એપ્રિલ મહિનાથી પ્રિ-મોન્શુન એક્શન પ્લાનના કામ શરૂ થાય છે. તથા ૩૧મી મે સુધી તેને પૂર્ણ કરવાના રહે છે. ચાલુ વર્ષે પૂર્વ કમિશ્નર વિજય નહેરાએ ૧પ માર્ચથી કેચપીટ-મેનહોલની સફાઈ શરૂ કરવા સુચના આપી હતી. પરંતુ આ સમય દરમિયાન તંત્ર કોરોનાની કામગીરીમાં વ્યસ્ત હતું. ત્યારબાદ લોકડાઉન શરૂ થતા મજુરોની અછત સર્જાઈ હતી. આમ તો હોળી પછી જે મજુરો પરત આવવાના હતા તે પૈકી મોટાભાગના મજુરો આવી શક્યા ન હતા. તેમ છતાં ઈજનેર વિભાગના અધિકારીઓએ કેચપીટ સફાઈનું કામ પૂર્ણ કર્યુ છે.

મ્યુનિ. સૂત્રોએ જણાવ્યા મુજબ શહેરમાં ૪૬૮૧પ કેચપીટ છે. જે પૈકી ૪ર૭૬૮ કેચપીટની સફાઈ થઈ ગઈ છે. મ્યુનિ. કોર્પોરેશનમાં રજીસ્ટર્ડ જુદી-જુદી મંડળી દ્વારા કેચપીટ સફાઈના કામ કરાવવામાં આવ્યા છે. મજુરોની અછત અને કોરોનાના કપરા સમયમાં પણ આ કામ કરવામાં આવ્યું છે. શહેરની ૩૦પ૦પ કેચપીટોની સફાઈ ર૪ એપ્રિલ સુધી થઈ ગઈ હતી. જ્યારે ૧રર૬૩ કેચપીટની સફાઈ રપ એપ્રિલથી ૩જી મે સુધી કરવામાં આવી છે. શહેરના ઉત્તર ઝોનમાં પ૬પર, દક્ષિણ ઝોનમાં ૬પ૭૮, મધ્યઝોનમાં પ્‌૭૮૧, પૂર્વઝોનમાં પ૦૪૦, પશ્ચિમ ઝોનમાં ૧૧૩પ૧, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પ૭૪પ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ર૬ર૧ કેચપીટોની સફાઈ થઈ ગઈ છે. કેચપીટોની સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો હોવાથી તેનુ ક્રોસ-ચેકીંગ થયા બાદ બીજા રાઉન્ડ પણ ઝડપથી પૂરો કરવામાં આવશે.

પ્રિ-મોન્શુન એક્શન પ્લાનમાં સેન્ટ્રલ વકર્શોપનીકામગીરી પણ મહત્વની રહે છે. ચોમાસા માટે જીપ કે અન્ય વાહનો ભાડે લેવામાં આવે છે તેની ટેન્ડર પ્રક્રિયા લગભગ પૂર્ણ થ્‌ઇ ગઈ છે. જ્યારે ડી-વોટરીંગ મટોના ૧૦પ પમ્પના ઓઈલીંગ સહિતનું કામ પણ થઈ ગયું છે. ચાલુ વર્ષે ચોમાસાની સીઝન માટે રપ જીપ ભાડે લેવામાં આવશે. તેવી જ રીતે જરૂરી સાધનોની ખરીદી માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશનના તમામ ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન મેઈન્ટેનન્સના કામ લગભગ પૂરા થઈ ગયા છે. વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવેલ સ્ટ્રોમ વોટર લાઈનની સફાઈનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. સાથે સાથે તેમાં થયેલા અનઅધિકૃત જાડાણો દૂર કરવામાં આવશે તેમ સૂત્રેએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.