Western Times News

Gujarati News

ઔદ્યોગિક એસોસીએશન દ્વારા લોકડાઉનને કારણે થએલા નુકશાનથી બચવા માટે સરકાર સમક્ષ આર્થિક સહાયની માંગણી

દેશના સમગ્ર ઉદ્યોગકારો અને ઔદ્યોગિક એસોસીએશન દ્વારા લોકડાઉનને કારણે થએલા નુકશાનથી બચવા માટે સરકાર સમક્ષ આર્થિક સહાયની માંગણી કરવામાં આવી હતી તે અંગે  ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. 12-5-2020ના રોજ આ માંગણીને માન્ય રાખી રૂપીયા 20 લાખ કરોડની “આત્મનિર્ભર ભારત”ના નામથી પેકેજની જાહેરાત કરી હતી. ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા તા. 13-5-2020ના રોજ તેની વિગતવાર જાહેરાત કરવામાં આવી જેમા નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સિથારામન અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આ વિષે વિસ્તારથી માહિતી આપી હતી

નાણા મંત્રી દ્વારા MSME ઉદ્યોગોને કોઈ પ્રકારની ગેરંટી વગર રૂ 3 લાખ કરોડની લોન ફાળવવામાં આવશે જે 4 વર્ષના સમયગાળામાં પરત કરવાની રહેશે જેમાં એક વર્ષનો ગ્રેસ પીરીયડનો લાભ આપવામાં આવ્યો છે જેમા આ યોજનાનો લાભ દેશના આશરે 45 લાખ MSME ઉદ્યોગોને મળશે તેને ઓક્ટોબર 31, 2020 સુધી મેળવી શકાશે જે ઉદ્યોગોને ઉત્પાદન ફરી શરૂ કરવામાં મદદરૂપ બનશે.

આ મુદ્દાને ધ્યાનમાં લઈ ધી ગુજરાત ડાયસ્ટફ્સ મેન્યુફેક્ચરર્સ એસોસીએશન દ્વારા રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા તેમજ રાષ્ટ્રીય/પ્રાઈવેટ બેન્કોને હાલની જે કેશ ક્રેડીટ છે તેમાં 20%નો વધારો આપવા માટે રજુઆત કરવામાં આવી છે જેથી ઉદ્યોગોને વર્કીંગ કેપીટલમાં ખુબ મદદરૂપ થઈ શકે.

આશા રાખીએ કે બેન્કો આ અંગે સત્વરે ઘટતું કરશે અને ઉદ્યોગોને ઉપરોક્ત પેકેજનો લાભ મળશે જેના કારણે ગુજરાત તથા ભારતના અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં મદદ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.