Western Times News

Gujarati News

કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા સરકારી કર્મીને ફરજ પર હાજર રહેવામાંથી હાલમાં મુક્તિ

સરકારી કચેરીમાં મુલાકાતીઓ પર પ્રવેશ નિષેધ યથાવત
ગાંધીનગર, રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે લોકડાઉન-૪ એટલે કે ૩૧ મે સુધીના સમયગાળા માટે સરકારે કર્મચારીઓ-અધીકારીઓની નોકરી સંદર્ભે પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારોમાં રહેતા કર્મચારીઓ-અધીકારીઓને ફરજ ઉપર હાજર રહેવામાંથી મુÂક્ત અપાઈ છે.

આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલી હોય તે સિવાયની રાજય સરકારની તમામ કચેરીઓ માટે આ સૂચનાઓ ૩૧મી મે સુધી લાગુ કરાઈ છે, આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલી ન હોય તેવી કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે, કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં આવેલી કચેરીઓ પૈકી અમદાવાદ અને ગાંધીનગર ખાતે આવેલી કચેરીઓમાં વર્ગ-૧ અને વર્ગ-રના તમામ અધિકારીઓ હાજરી આપવાની રહેશે, જ્યારે વર્ગ-૩ અને તેથી નીચેના વર્ગના કર્મચારીઓના કિસ્સામાં દરરોજ પ૦ ટકા સ્ટાફ ઉપÂસ્થત રહે તે મુજબ કચેરીના વડાએ આયોજન કરવામાં રહેશે,

પાટનગર ગાંધીનગર ખાતે આવેલી તમામ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારી-અધીકારી જા તેઓ અમદાવાદ ખાતે કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં રહેતા હોય તો તેમણે તમામે ફરજ ઉપર હાજર રહેવું પડશે, આચ બાબત ગાંધીનગર ખાતે રહેતા અને અમદાવાદ ખાતે ફરજ બજાવતા કર્મચારી – અધિકારીના કિસ્સામાં પણ લાગુ પડશે. અન્ય તમામ જીલ્લાની કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં આવેલી તમામ કચેરીઓ ૧૦૦ ટકા સ્ટાફ સાથે કાર્યરત રહેશે. કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા કર્મચારી-અધિકારીને ફરજ ઉપર બોલાવવા નહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.