Western Times News

Gujarati News

વિશ્વભરમાં કોરોના કેસોની સંખ્યા વધી 51 લાખ થઇઃ મોત 3.30 લાખ

પ્રતિકાત્મક

નવી દિલ્હી, વિશ્વભરમાં કોરોના વાયરસનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે. ૨૧૦ દેશોમાં કોરોનાએ આતંક મચાવ્યો છે અને હવે વિશ્વભરમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને ૫૧૧૦૧૦૫ સુધી પહોંચી ગઈ છે એટલે કે આંકડો ૫૧ લાખથી પણ ઉપર પહોંચી ચુક્યો છે. વિશ્વમાં કોરોનાગ્રસ્ત દેશોની હાલત ખુબ જ ખરાબ બનેલી છે. કોરોના કારણે અર્થતંત્ર પર પણ ભારે નુકસાન થઇ રહ્યું છે. દુનિયાભરમાં રિકવર થયેલા લોકોની સંખ્યા ૨૦૩૮૫૦૯ સુધી પહોંચી ગઈ છે

જ્યારે  કેસોની સંખ્યા ૨૭૪૧૪૯૦ પર પહોંચી ચુકી છે. આવી જ રીતે દુનિયામાં મોતનો આંકડો પણ વધીને ૩૩૦૧૦૬ ઉપર પહોંચી રહ્યો છે. મોતનો આંકડો પણ ત્રણ લાખથી ઉપર પહોંચી ચુક્યો છે. ગંભીર રહેલા દર્દીઓની સંખ્યા ૪૫૬૮૨ પર પહોંચી ચુકી છે. વિશ્વભરમાં ગંભીર રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો.

સૌથી વધારે અસરગ્રસ્ત દેશોમાં સ્થિતી સુધરી રહી નથી. અમેરિકા, રશિયા, સ્પેન, ઇટાલી, યુકે, ફ્રાંસ, જર્મની અને ભારત પણ બચી શક્યું નથી. ભારતમાં પણ કેસોની સંખ્યા અવિરતપણે વધી રહી છે. સુપર પાવર અમેરિકા અને સ્પેન તેમજ ઇટાલી જેવા દેશો કોરોનાની સામે જંગ હારતા દેખાઇ રહ્યા છે. અમેરિકા અને સ્પેન સહિતના દેશોમાં કેસોની સંખ્યા સૌથી વધારે છે. ચીનમાં પણ કેટલાક નવા કેસો સપાટી પર આવ્યા છે.

ભારતમાં પણ કેસોની સંખ્યામાં હવે ઝડપથી વધારો થઇ રહ્યો છે. કોરોના કહેર હજુ જારી રહી શકે છે. કોરોનાથી પ્રભાવિ તમામ દેશોના અર્થતંત્ર ભાંગી પડવાના આરે પહોંચી ગયા છે. અમેરિક અર્થતંત્રને પણ નુકસાન થયુ છે. તમામ દેશો પગલા લઇ રહ્યા છે પરંતુ હાલમાં બિનઅસરકારક સાબિત થઇ રહ્યા છે. દુનિયાભરમાં કોરોના વાયરસનો આતંક યથાવત રીતે જારી રહ્યો છે. કેસોની સંખ્યામાં આવિરતપણે વધારો થઇ રહ્યો છે. વિશ્વમાં સૌથી પ્રભાવિત દેશોમાં અમેરિકાનો સમાવેશ થાય છે.

અમેરિકાની સ્થિતિ ખુબ જ ગંભીર બનેલી છે. ત્યારબાદ સ્પેનનો સમાવેશ થાય છે. જ્યારે જાપાન, ચીન સહિતના દેશોમાં સ્થિતીમાં સુધારો થયો છે. લોકડાઉનના નિયમોને વધારે કઠોર કરવામાં આવી રહ્યા છે. ચીનમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો.દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. વિશ્વમાં કોરોનાની સ્થિતી કેટલી ખતરનાક છે તેનો અંદાજ આના પરથી જ લગાવી શકાય છે કે મોતના આંકડાના મામલામાં અમેરિકા, સ્પેન, ઇટાલી, ફ્રાંસ, બ્રિટન,બેલ્જિયમ  સૌથી આગળ રહ્યા છે.

આ તમામ દેશોમાં મોટી સંખ્યામાં લોકોએ કોરોના વાયરસના કારણે દમ તોડી દીધા છે. ભારતમાં પણ હવે સ્થિતી ખરાબ થઇ રહી છે. દુનિયાના ૨૧૦ દેશો કોરોના વાયરસના કારણે પ્રભાવિત બનેલા છે. દેશોની સરકારો આને લઇને ભારે ચિંતિત બનેલી છે. કોરોના વાયરસની વેકસિન શોધવા માટે દુનિયાના તમામ વૈજ્ઞાનિકો લાગેલા છે પરંતુ આશાનું કોઇ કિરણ હજુ સુધી દેખાઈ રહ્યું નથી. દુનિયાના તમામ દેશો અને નાગરિકો કોરોનાને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.