Western Times News

Gujarati News

અરવલ્લી પોલીસ અધિક્ષક કચેરી ખાતે એસ.પી મયુર પાટીલે ઈદ-ઉલ-ફિત્રના તહેવારને લઈ શાંતિ સમિતિની બેઠક યોજી  

(જીત ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી)  મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં મોટી સંખ્યામાં મુસ્લીમ લોકો રહે છે. અને રમજાન માસનાં સતત ૩૦ દીવસ સુધી રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી હોય મુસ્લીમ લોકો માટે સૌથી મોટો ખુશીનો તહેવાર મીઠી ઈદ તરીકે ઈદ-ઉલ- ફિત્ર છે અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે મોડાસા શહેર સહીત જીલ્લાના અગ્રણી મુસ્લિમ બિરાદરો સાથે જીલ્લા પોલીસ ભવન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજી હતી અને સમગ્ર જીલ્લામાં કોરોના કહેરની મહામારી અને લોકડાઉનની અમલવારીમાં ઈદ-ઉલ-ફિત્રના તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે અંગે ચર્ચા કરી હતી.

        અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે કોરોના મહામારીને પ્રસરતી અટકાવવા ઈદ-ઉલ- ફિત્રમાં ઇદગાહમાં નમાજ અદા કરવાને બદલે ઘરે નમાજ અદા કરવા માટે અને મસ્જિદમાં પણ નક્કી કરેલ લોકોએ નમાજ અદા કરવા મુસ્લિમ અગ્રણીઓ સાથે ચર્ચા કરી હતી શાંતિપૂર્ણ માહોલમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા ચર્ચા કરી હતી મુસ્લિમ બિરાદરો એસ.પીને સંપૂર્ણ સહકાર આપવા બાંહેધરી આપી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.