Western Times News

Latest News in Gujarat

EDII અને IIM રાંચીએ ભવિષ્યના આધારસમી યુવા પેઢીને ઉદ્યોગસાહસિકતા માટે પ્રોત્સાહન આપવા જોડાણ કર્યું

અમદાવાદ, ઉદ્યોગસાહસિકતાના શિક્ષણ, તાલીમ, સંશોધન અને સંસ્થાગત નિર્માણમાં પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસાધન કેન્દ્ર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઇઆઈ), અમદાવાદ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-રાંચીએ વધુ યુવાનો ઉદ્યોગસાહસિક તરીકે કારકિર્દી બનાવવા પ્રેરિત થાય એ માટે જોડાણ કર્યું છે. આ સુનિશ્ચિત કરવા સંસ્થા ફેકલ્ટી મેમ્બર્સની સાથે વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા અને મેનેજમેન્ટમાં ટ્રેનિંગ અને કાઉન્સેલિંગની સેવા પ્રદાન કરશે, જેથી લાંબા ગાળાના પરિણામો હાંસલ થાય. સંપૂર્ણપણે આ પ્રયાસો રાંચીમાં ઇન્ક્યુબેશન સેન્ટર સ્થાપિત કરીને ઉદ્યોગસાહસિકતા માટે સાનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરવા થશે તથા બંને સંસ્થાઓ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે કેટલાંક પ્રોગ્રામ ઓફર કરશે.

 વિદ્યાર્થીઓ વચ્ચે ઉદ્યોગસાહસિક બનવાની મનોવૃત્તિને પ્રોત્સાહન આપવા અને પાર્ટનરશિપ સમજૂતી હેઠળ ઇનોવેટિવ સ્ટાર્ટ-અપ્સને વેગ આપવાના ઉદ્દેશને હાંસલ કરવા ઇડીઆઇઆઈ ઝારખંડના રાંચીમાં આઇઆઇએમ-રાંચી ઇન્ક્યુબેશન સેન્ટર સ્થાપિત કરવા ટેકનિકલ સપોર્ટ પ્રદાન કરશે. બંને સંસ્થાઓ ઉદ્યોગસાહસિકતાના વિકાસ અને કૌશલ્ય સંવર્ધન પર સંયુક્તપણે સર્ટિફિકેટ અભ્યાસક્રમો પણ વિકસાવશે. ઉપરાંત વિદ્યાર્થીઓની અદલાબદલી અને ફેકલ્ટી વિકાસ પ્રોગ્રામો અંતર્ગત ઝારખંડ અને અન્ય પડોશી રાજ્યોમાં ઉદ્યોગસાહસિકતા માટે ઇકોસિસ્ટમ ઊભી કરવામાં અને એને મજબૂત કરવામાં આવશે. આ જોડાણથી બંને સંસ્થાઓ માટે માહિતીના આદાનપ્રદાન, શિક્ષણ, સંશોધન અને સંસ્થાગત સહકારને ઉત્તેજન મળશે.

 આ પાર્ટનરશિપના ફાયદા વિશે ઇડીઆઇઆઈના ડાયરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાએ કહ્યું હતું કે, વર્તમાન અને ભવિષ્યમાં એવા વ્યવસાયો પ્રગતિ કરશે, જે દૂરંદેશી અને જ્ઞાન આધારિત હોય તથા કટોકટી અને મોટી મુશ્કેલીનો સામનો કરવાની ક્ષમતા ધરાવતા હોય. કોવિડ-19 કટોકટીએ આપણને દર્શાવ્યું છે કે, વ્યવસાયોએ કેવી રીતે અગાઉથી સજ્જ રહેવાની જરૂર છે તથા બજારની વધઘટ અને નાણાકીય કટોકટીઓનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. વ્યવસાયોએ એ ઘટનાઓને સમજવાની અને આ માટે તૈયાર રહેવાની જરૂર છે, જે સંપૂર્ણપણે તેમના નિયંત્રણમાં ન હોય. આ જોડાણથી ઉદ્યોગસાહસિકતાનાં સર્જનને વેગ મળશે તથા ઉદ્યોગસાહસિકતા અને વ્યવસ્થાપનમાં આપણા યુવાઓને વધારે સારી રીતે સજ્જ થવામાં મદદ મળશે, જેથી તેઓ કોઈ પણ સ્થિતિસંજોગોનો અસરકારક રીતે સામનો કરી શકે.

 આઇઆઇએમ રાંચીના ડાયરેક્ટરપ્રોફેસર શૈલેન્દ્ર સિંહના જણાવ્યા મુજબ, આઇઆઇએમ રાંચીમાં અમે મૂલ્ય-આધારિત શિક્ષણ સાથે લીડર તૈયાર કરવા કટિબદ્ધ છીએ. આ પાર્ટનરશિપથી અમને આંતરરાષ્ટ્રીય સ્તરનું માળખું ઊભું કરવા જરૂરી ટેકનિકલ સપોર્ટ મેળવવામાં મદદ મળશે તથા વિદ્યાર્થીઓ માટે ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતા માટે વાતાવરણને ઉત્તેજન મળવાની સાથે સંપૂર્ણ સમુદાયને લાભ મળશે. ઇન્ક્યુબેશન સેન્ટરનો ઉદ્દેશ મુખ્ય પક્ષો સાથે જોડાણ કરીને વિવિધ તબક્કાના વિચારો ઊભા કરવાનો છે. આ સેન્ટર મેનેજમેન્ટ, ઇનોવેશન, સ્ટ્રેટેજી અને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રોમાં એના અનુભવ અને કુશળતા દ્વારા પહેલ માટે જરૂરી વેગ અને બૌદ્ધિક આધાર પ્રદાન કરશે.

 ઇડીઆઈઆઈનીગવર્નિંગબોડીનાસભ્યઅનેદલિતઇન્ડિયનચેમ્બરઓફકોમર્સએન્ડઇન્ડસ્ટ્રીનાસ્થાપકચેરમેનપદ્મશ્રીડો. મિલિન્દ કામ્બલેએ કહ્યું હતું કે, મને ખુશી છે કે, બે લબ્ધપ્રતિષ્ઠિત સંસ્થાઓ વિદ્યાર્થીઓ વચ્ચે ઉદ્યોગસાહસિકતાની કારકિર્દી બનાવવા માટે એકમંચ પર આવી છે, જેઓ આશાસ્પદ ભવિષ્ય માટે દીવાદાંડી સમાન છે. પોતાના ક્ષેત્રમાં કુશળતા, નેટવર્ક અને વિસ્તરણ સાથે ઇડીઆઇઆઈ એ સુનિશ્ચિત કરવા સક્ષમ હશે કે નવા ઉદ્યોગસાહસોનું સર્જન કરવાની પ્રક્રિયાને ઉચિત વેગ મળશે. ડીઆઇસીસીઆઈ ઝારખંડમાં જનજાતિ કે આદિવાસી સમુદાય માટે સ્થિર આજીવિકાના વિકલ્પો પ્રદાન કરવામાં મદદ કરવા માટે અતિ સક્રિય છે. મને ખાતરી છે કે, જ્યારે આ ભાગીદારીથી આપણા યુવાનોને પ્રોત્સાહન મળશે, ત્યારે તેઓ વધારે સફળતા મેળવવા વધારે ઉદ્યોગસાહસિકતા તરફ વધારે વળશે.

 આઇઆઇએમરાંચીનાચેરમેનપ્રવીણ શંકરે કહ્યું હતું કે, જો અર્થતંત્રમાં વૃદ્ધિમાં ઉદ્યોગસાહસિકતાનાં પ્રદાનનો વિચાર કરીએ, તો આ શાખાનો આધાર વધારવા માટે સંસ્થાગત પ્રયાસો મહત્ત્વપૂર્ણ છે. મને ખુશી છે કે, બંને સંસ્થાઓએ આ માટે જોડાણ કર્યું છે. હું વ્યવહારિક પરિણામો મેળવવા આતુર છું. ઉપરાંત સંભવિતતા ધરાવતા પણ દિશાની જરૂરિયાત અનુભવતા આદિવાસી યુવાનોને ઘણી મદદ મળી શકે છે. સંપૂર્ણપણે જોઈએ તો તમામ વર્ગો અને ક્ષેત્રોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાની જરૂર છે, જે માટે બંને સંસ્થાઓ સંકલિત પ્રયાસો કરશે. હું આ દિશામાં નીતિગત પ્રોત્સાહન માટે આતુર છું.