Western Times News

Gujarati News

શહેરકોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સવાર-સાંજ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે

તમે રહો ઘરની અંદર તો કોરોના રહેશે ઘરની બહાર…. જનજાગૃતિની આહલેક જગાવતા કોરોના યોદ્ધા રાજુભાઈ દવે

લોકડાઉનનો પ્રથમ તબક્કો અમલી બન્યો ત્યારથી શહેરકોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સતત રિક્ષા ફેરવીને કોરોનાથી બચવાના ઉપાયો અને કાયદાકીય સમજૂતી માટે રાજુભાઈ દવે દ્વારા આહલેક જગાવવામાં આવી છે.
એનાઉન્સર રાજુભાઈ દવે દરરોજ સવાર-સાંજ શહેરકોટડા હદ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં ફરે છે. તેઓ પોતાના આકર્ષક અવાજ ઉપરાંત અનેકવિધ મનોરંજક સંદેશ, મ્યુઝિકલ જીંગલ, રચનાત્મક સંદેશની જાહેરાત કરીને સતત લોકોને જાગૃત કરે છે.

રાજુભાઈ દવે દ્વારા હાલ મુખ્યમંત્રીશ્રી દ્વારા માસ્ક પહેરીને જ બહાર નીકળવાના સંકલ્પ, દો ગજ દૂરી અને બાળકો, વૃધ્ધોએ આવશ્યકતા સિવાય બહાર ન નીકળવાના સંદેશને પણ રીક્ષામાં બેસીને એનાઉન્સમેન્ટ દ્વારા લોકો સુધી પહોંચાડી રહ્યા છે. રાજુભાઈ દવે ગર્વભેર કહે છે હું છું કોરોના વોરીયર.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.