ટેલીમેડિસિન રૂમમાંથી વિપુલભાઈ અને ઉન્નતિ બેનનો હુંકાર-હું છું કોરોના વોરિયર્સ
 
        અમદાવાદના નરોડા વિસ્તારમાં જી.વી.કે. ૧૦૮ કેન્દ્ર આવેલું છે. કોરોનાની મહામારીને કારણે અહીંથી ટેલી-મેડિસિન સેન્ટર પણ ચલાવવામાં આવે છે.
ટેલી મેડિસિન કંટ્રોલ રૂમમાંથી વિપુલભાઈ જણાવે છે કે, લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્યના શહેરી અને અંતરિયાળ વિસ્તારોમાં નાગરિકોની સ્વાસ્થ્ય પ્રત્યેની સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ૧૧૦૦ હેલ્પલાઇન પર દિવસ દરમિયાન ઘણા નાગરિકો સંપર્ક કરીને સ્વાસ્થ્યને લગતી તકલીફો અમને જણાવી ઘરે બેઠા સરળતાથી તબીબી સહાય મેળવી રહ્યા છે. અમે સતત ઉક્ત હેલ્પ લાઈન પર કાર્યરત રહીને લોકોને આરોગ્યલક્ષી સેવાઓ સલાહસૂચન દ્વારા પુરી પાડી રહ્યા છીએ.
ટેલી મેડિસિન કંટ્રોલ રૂમમાંથી ઉન્નતી બેન જણાવે છે કે કોરોનાગ્રસ્ત દર્દી સાજા થઇ ઘરે પરત ફરે છે ત્યારે સતત સાત દિવસ દિવસ દરમિયાન બે વખત ૧૧૦૦ હેલ્પલાઈન થી સંપર્ક કરીને તેમની આરોગ્ય પૃચ્છા કરવામાં આવે છે. હોમ આઈસોલેશનમાં રાખેલા દર્દીઓની પણ સારસંભાળ રાખી આરોગ્ય પ્રત્યેની તકેદારી અને તબીબી સલાહ ફોન દ્વારા આપવામાં આવે છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારની ગંભીરતા જણાઈ આવતા સંલગ્ન તબીબને અથવા ૧૦૮ મોકલી ઘણાં દર્દીઓને હોસ્પિટલમાં પણ પહોંચાડવામાં આવે છે.
અમને ગર્વ છે કે કોરોનાની પરિસ્થિતિમાં અમે કોરોના વોરીયર્સ બનીને જન ઉપયોગી કાર્ય કરી રહ્યા છીએ. હું છું કોરોના વોરિયર્સ

 
                 
                 
                