Western Times News

Gujarati News

ઉબરે  PPE કીટ્સનું વિતરણ કરીને સલામતીના ધોરણો વધાર્યાં

  • ડ્રાઇવર પાર્ટનર્સને 3 મિલિયન માસ્ક અને 2,00,000 ડિસઇન્ફેક્ટન્ટ્સ અને સેનિટાઇઝર બોટલનું વિતરણ શરૂ કર્યું

કોવિડ-19 મહામારી વચ્ચે રાઇડર્સ અને ડ્રાઇવર્સ માટે સલામતીના ધોરણો વધારવા ઉબરે આજે સંખ્યાબંધ પગલાં ભર્યાં છે, જે અંતર્ગત ડ્રાઇવર્સ વચ્ચે લાખો પીપીઇ કીટ્સનું વિતરણ કરાયું છે અને તેમને સલામતી અંગે શિક્ષણ આપતા વિડિયો કોર્સની રજૂઆત કરી છે.

ઉબરના નવા ઇન-એપ સેફ્ટી ફીચર્સ પૂર્વનિર્ધારિત ટ્રીપ્સ પૂર્ણ કર્યાં બાદ ડ્રાઇવરને પીપીઇ કીટ્સની સપ્લાય ફરીથી મેળવવા નોટિફાઇ કરશે. આ નોટિફિકેશન અનુકૂળ પીક-ઇપ પોઇન્ટ્સની યાદી પ્રદાન કરશે અને એકવાર તેઓ પસંદગીના સ્થળને સિલેક્ટ કરે તે પછી ક્યુઆર કોડ જનરેટ કરશે. ઉબર સ્વયંસેવકો ચોક્કસ પીક-અપ લોકેશન ઉપર ક્યુઆર કોડ સ્કેન કરશે અને ડ્રાઇવર્સને પીપીઇ સપ્લાય સોંપશે.

સમગ્ર ભારતમાં ડ્રાઇવર પાર્ટનર્સને વિનામૂલ્યે વિતરણ કરવા ઉબરે 3 મિલિયન થ્રી-પ્લાય ફેસ માસ્ક, 1.2 મિલિયન શાવર કેપ્સ, 2,00,000 ડિસઇન્ફેક્ટન્ટ્સ બોટલ અને 2,00,000 સેનેટાઇઝર્સની બોટલ મેળવી છે. જો ડ્રાઇવર જરૂરી પીપીઇ પોતાની જાતે લેવાનું ઇચ્છે તો ઉબર ખર્ચની ભરપાઇ કરશે. લોકડાઉનમાં રાહતો આપ્યાં બાદ ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં પીપીઇ કીટ્સનું વિતરણ ચાલી રહ્યું છે.

આ સલામતી પહેલના ભાગરૂપે ઉબરે ડ્રાઇવર પાર્ટનર્સ માટે રાઇડ-શેરિંગ સંબંધિત શૈક્ષણિક વિડિયો જોવાનું ફરજિયાત કર્યું છે, જેમાં વિહિકલ ડિસઇન્ફેક્શન માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તથા કોવિડ-19 સંબંધિત અન્ય સલામતી પ્રોટોકોલ સામેલ છે. ડ્રાઇવર્સ એકવાર આ વિડિયો જોયા પછી જ ટ્રીપ લઇ શકશે, જેથી તેઓ સલામતીના પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરી શકે.

ઉબરના નવા અને કડક સલામતી પગલાંઓની જાહેરાત કરતાં ઉબર ઇન્ડિયા એસએના સેન્ટ્રલ ઓપરેશન્સના વડા પવન વૈશે જણાવ્યું હતું કે, “અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરતાં દરેક વ્યક્તિની સલામતી અમારી પ્રાથમિકતા છે અને અમે મહામારીના પ્રારંભિક તબક્કામાં લાખો માસ્ક્સ અને સેનિટાઇઝર્સ ઓર્ડર કર્યાં છે. અમારી નવી વિતરણ ટેક્નોલોજી સુનિશ્ચિત કરશે કે ડ્રાઇવર્સ લાંબા સમય સુધી સેફ્ટી સપ્લાઇઝ મેળવતાં રહે. અમે કોવિડ-19 સંબંધિત સલામતીના પ્રોટોકોલ વિશે ડ્રાઇવરને શિક્ષિત કરી રહ્યાં છે તેમજ તેમની અને રાઇડર્સની સલામતી માટે સ્વચ્છ વાહનની જાળવણી કેવી રીતે કરવી તે અંગે શિક્ષણ આપી રહ્યાં છીએ. વહીવટી તંત્ર દ્વારા લોકડાઉન હટાવતાની સાથે લાખો લોકો કામ ઉપર પરત ફરવા તૈયાર છે ત્યારે અમે સલામતી બાબતે ઉદ્યોગમાં ઉત્તમ ધોરણો સ્થાપવા અમારા પ્રયાસો બેવડા કરીશું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.