Western Times News

Gujarati News

સ્કોડા ઓટો ઈન્ડિયાએ નવી સુપર્બ સ્પોર્ટલાઈન અને નવી લોરિન એન્ડ ક્લેમેન્ટ લોન્ચ કરી

સ્કોડા ઓટો ઈન્ડિયાએ નવી સુપર્બ સ્પોર્ટલાઈન અને નવી લોરિન એન્ડ ક્લેમેન્ટ આકર્ષક આરંભિક એક્સ- શોરૂમ કિંમત અનુક્રમે INR 29.99 lacs અને INR 32.99 lacsમાં રજૂ કરી છે. 2004માંરજૂ કરાયેલી સુપર્બ ભારતમાં લકઝુરિયસ લિમોઝીન કક્ષાની વ્યાખ્યા કરે છે. નવી સુપર્બ તેની આધુનિક ડિઝાઈન, ખાસ ઈન્ટીરિયર્સ, કક્ષામાં અવ્વલ સુરક્ષા અને અસમાંતર પૈસા વસૂલ પરિમાણ સાથે તેની ખૂબીઓને વધુ આગળ લઈ જાય છે.

નવી સુપર્બ સાથે સમકાલીન કલરની ખૂબીઓ ઓફરમાં છે. સ્પોર્ટસલાઈન મૂન વ્હાઈટ, રેસ બ્લુ અને સ્ટીલ ગ્રે સાથે અનોખી તરી આવે છે જ્યારે ક્લેરિન એન્ડ ક્લેમેન્ટ પાંચ રંગના વિકલ્પો લાવા બ્લુ, મેજિક બ્લેક, મેગ્નેટિક બ્રાઉન, બિઝનેસ ગ્રે અને મૂન વ્હાઈટમાં મળશે. દેશની બધી અધિકૃત સ્કોડા ઓટો ડીલરશિપ ફેસિલિટીઝમાં તે મળશે.

એક્સટીરિયર ડિઝાઈન નવી સુપર્બ સ્ટાઈલિંગ બહેતરની વ્યાપક રાફ્ટ સાથે આવે છે, જે સહજતાથી કક્ષામાં અનોખી તરી આવે છે. નવી સુપર્બ પર સિગ્નેચર સ્કોડા ગ્રિલ મોટી છે અને નવા ફ્રન્ટ ફાસિયા સાથે દીપી ઊઠે છે. ધારદાર અને પાતળી હેડલાઈટ્સ રેડિયેટર ગ્રિલ સાથે સુમેળ સાધે છે અને સ્ટાન્ડર્ડ તરીકે એલઈડી ટેકનોલોજીથી સમૃદ્ધ આવે છે. ફ્રન્ટ ફોગ લાઈટ્સનો આકાર નવેસરથી તૈયાર કરાયો છે અને નવી સુપર્બની દેખાવની મહત્ત્વાકાંક્ષાને અનોખી તારવે છે. આ એલઈડી ફોગ લાઈટ્સ કોર્નરિંગ ફંકશન સાથે ચાર ડિયોડ્સ ધરાવે છે, જે ખાસ કરીને ઓછા પ્રકાશની સ્થિતિમાં વાહનની આગળની જગ્યાને પ્રકાશમય બનાવે છે. સ્કોડા સુપર્બ બાઉન્સ બેક સિસ્ટમ સાથે ઈલેક્ટ્રિકલી એડજસ્ટેબલ પેનોરમિક સનરૂફ સાથે નવી ક્ષિતિજનાં દ્વાર ખોલી નાખે છે, સજે જગ્યાના અહેસાસને બહેતર બનાવે છે. સુપર્બ લોરિન એન્ડ ક્લેમેન્ટમાં ક્રોમ ડિઝાઈન એલીમેન્ટ્સ છે, જ્યારે સ્પોર્ટલાઈનમાં સ્પોર્ટી ગ્લોસી બ્લેક ગુણ છે.

નવી સુપર્બની અદભુત સાઈડ રૂપરેખા હવે દેખાવમાં વધુ ખાસ છે. ઉત્તમ સંતુલિત બહારી પ્રમાણો, સ્પોર્ટી સિલ્હટ અને ગતિશીલ આડી રેખાઓ સુપર્બ લોરિન એન્ડ ક્લેમેન્ટ પર નવાં 43.18 સેમી (આર17) કેસિયોપિયા ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ અને સુપર્બ સ્પોર્ટલાઈન પર 43.18 સેમી (આર17) સ્ટ્રેટોઝ એન્થ્રેસાઈટ એલોય વ્હીલ્સથી પૂરક છે. ઉપરાંત એલઈડી સ્પોટલાઈટ્સ નવી સુપર્બની અંદર કે બહાર દરેક વખત એક પગલામાં, આગળના દરવાજા હેઠળ જમીન પર સ્કોડા લોગો પ્રદર્શિત કરે છે. ફ્રન્ટ ફેન્ડર્સ પર બેઠેલી અજોડ લોરિન એન્ડ ક્લેમેન્ટ અથવા સ્પોર્ટલાઈન પ્લાક સુપર્બ- એમ્બોસ્ડ એલ્યુમિનિયમ સ્કફ પ્લેટ્સ દ્વારા મજેદાર રીતે પૂરક હોઈ એકંદર મોહિની અને આકર્ષણ વધારે છે.

ગતિશીલ ટર્ન ઈન્ડિકેટર સાથે સ્કોડા- લાક્ષણિક સી આકારની એલઈડી ટેઈલલાઈટ્સને જોડતી સુપર્બ લોરિન એન્ડ ક્લેમેન્ટની પાછળ (અથવા સુપર્બ સ્પોર્ટલાઈન પર ગ્લોસ બ્લેક ટ્રિમ) ક્રોમ સ્ટ્રિપ ખાસ આકર્ષણરૂપ છે. પારંપરિક વિંગ્ડ એરો ઈનસગ્નિયા સાથે સપ્લાન્ટેડ ટેઈલગેટ પર સ્કોડા બ્લોક લેટર્સ છે. તે સ્કોડાની ડિઝાઈન ફિલોસોફી, હવે સિમ્પ્લી સરપ્રાઈઝિંગની ઉત્ક્રાંતિ પ્રદર્શિત કરે છે અને બ્રાન્ડના મજબૂત આત્મવિશ્વાસનો ઉત્તમ દાખલો છે. ક્રોમ હાઈલાઈટ્સ સાથે નવેસરથી ડિઝાઈન કરાયેલા રિયર ડિફ્યુઝર ફોર્મ અને ફંકશન સાથે ઉત્તમ સુમેળ સાધે છે.

ઈન્ટીરિયર ડિઝાઈન ભીતર નવી સ્કોડા સુપર્બ આકર્ષણ જમાવે છે. પિયાનો બ્લેક ડેકોર સ્ટોન બીજ અને કોફી બ્રાઉન પરફોર્રેટેડ લેધર અપહોલ્સ્ટરી સાથે સુપર્બ લોરિન એન્ડ ક્લેમેન્ટ માટે ટોન સ્થાપિત કરે છે. શણગારાત્મક તત્ત્વો બ્લેક છે અને ક્રોમ હાઈલાઈટ્સ દ્વારા સુંદર રીતે પૂરક છે.

કાર્બન ડેકોર, પેડલ શિફ્ટ સાથે થ્રી સ્પોક સુપરસ્પોર્ટ મલ્ટીફંકશન સ્ટીયરિંગ વ્હીલ અને ઈન્ટીગ્રેટેડ હેડરેસ્ટ્સ સાથે બ્લેક અલ્કેન્ટારા સ્પોર્ટસ સીટ્સ અને સિલ્વર સ્ટિચિંગ નવી સુપર્બ સ્પોર્ટલાઈનની અંદર સક્રિય થીમમાં ઉમેરો કરે છે.

પ્રોગ્રામેબલ મેમરી ફંકશન્સ અને લુંબર સપોર્ટ સાથે બારમાર્ગી ઈલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ડ્રાઈવર અને ફ્રન્ટ પેસેન્જર સીટ્સ સ્ટાન્ડર્ડ તરીકે આવે છે. નવી સુપર્બ લોરિન એન્ડ ક્લેમેન્ટ તે ઉપરાંત કૂલિંગ અને હીટિંગ ફંકશન સાથે વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, ધરાવે છે. નવી સુપર્બની ભીતર દોડતી એલઈડી એમ્બિયન્ટ લાઈટિંગ દસ પ્રોગ્રામેબલ ઈન્ટીરિયર રંગ વિકલ્પો ઓફર કરે છે. ફૂટવેલ આગળ અને પાછળ ડિફ્યુઝ્ડ એલઈડી લાઈટિંગ પ્રદાન કરે છે.

આરામ અને સુવિધા પ્રોક્સિમિટી સેન્સર સાથે અત્યાધુનિક 20.32 સેમી ફ્લોટિંગ કેપેસિટિવ ટચ ડિસ્પ્લે ગ્લાસ ડિઝાઈન સાથે આવે છે અને સ્કોડા ઓટો દ્વારા વિકસિત નવી પેઢીની એમંડસેન ઈન્ફોટેઈનમેન્ટ અને નેવિગેશન સિસ્ટમનો હિસ્સો છે. નવી સુપર્બ સ્માર્ટલિંક ટેકનોલોજીથી સમૃદ્ધ છે (સ્કોડા કનેક્ટિવિટી બંડલ મિરરલિંક, એપ્પલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટોને સપોર્ટ કરે છે), જે સહજ કનેક્ટિવિટી અને વિચલિત રહિત ડ્રાઈવ માટે સ્માર્ટફોન પ્રતિબિંબિત કરે છે. ઉપરાંત વોઈસ કમાન્ડ કંટ્રોલ, એસડી કાર્ડ રીડર, યુએસબી પોર્ટસ અને બ્લુટૂથ જીએસએમ ટેલિફોની અને ઓડિયો સ્ટ્રીમિંગ વિકલ્પોને સપોર્ટ કરે છે. નવી સુપર્બ લોરિન એન્ડ ક્લેમેન્ટ પર પ્રીમિયમ કેન્ટન સાઉન્ડ સિસ્ટમમાં 11 સ્પીકર, સબવૂફર છે અને 610 વેટ્સનું પાવર આઉટપુટ ધરાવે છે.

 સેન્ટર કોન્સોલ પર મોડ બટન સાથે સક્રિય નવી સુપર્બ લોરિન એન્ડ ક્લેમેન્ટ પર ડ્રાઈવિંગ મોડ સિલેક્ટ ઈકો, નોર્મ, સ્પોર્ટ અને વ્યક્તિગત ડ્રાઈવ વિકલ્પો આપે છે. નવી સુપર્બ સ્પોર્ટલાઈનમાં વર્ચ્યુઅલ કોકપિટ છે, જે કસ્ટમાઈઝેબલ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ વ્યાપક ડ્રાઈવિંગ ડેટા અને નેવિગેશન પર સિમ્પ્લી ક્લેવર પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે.

 એર કેર ફંકશન સાથે ઈન્ટેલિજન્ટ થ્રી ઝોન ક્લાઈમેટ્રોનિક એર કંડિશનિંગ સિસ્ટમ તેમ જ પોલન અને ઓડર્સ ફિલ્ટર્સ ડ્રાઈવર, આગળ અને પાછળના પ્રવાસીઓ માટે અલગ અલગ ટેમ્પરેચર સેટ કરવાની અનુકૂળતા આપે છે. તે હ્યુમિડિટી સેન્સર સાથે ફિટ છે, જે વિંડસ્ક્રીન મિસ્ટિંગ અને સન સેન્સર ઓછું કરે છે. બોર્ડિંગ સ્પોટ લેમ્પ્સ જે પ્રવેશની જગ્યાને પ્રકાશમાન બનાવે છે અને તે બહારી સાઈડ વ્યુ મિરર્સ પર સ્થિત છે. ઉપરાંત સ્કોડા સુપર્બ ક્રુઝ કંટ્રોલ અને ઓટોમેટિક રેઈન સેન્સિંગ વાઈપર્સ સાથે સમૃદ્ધ છે.

 નવી સ્કોડા સુપર્બ લોરિન એન્ડ ક્લેમેન્ટનું પાવર નેપ પેકેજ અને રોલ અપ સન વાઈઝર પાછળની પ્રવાસીઓને લાંબા પ્રવાસમાં શાંતિપૂર્ણ ઊંઘવા દે છે. તેમાં સૂતી વખતે આરામદાયક સપોર્ટેડ હેડ પોશ્ચર માટે બહારી સીટ્સના વેરિયેબલ હેડરેસ્ટ્સનો સમાવેશ થાય છે.

 તેની કક્ષામાં સૌથી વિશાળ બૂટ ક્ષમતા સાથે નવી સુપર્બ વેપાર, આનંદ અને વ્યવહારુ એસેન્શિયલ્સ પર બાંધછોડ ક્યારેય નહીં કરે. સુપર 625 લિટરની આકર્ષક ક્ષમતા પ્રદાન કરે છે, જે નીચે ફોલ્ડ કરાતાં 60:40 સ્પ્લિટની ક્ષમતા સાથે પાછળની સીટ્સ સાથે 1760 લિટર સુધી વિસ્તારે છે. વર્ચ્યુઅલ પેડલ સાથે નવી સુપર્બ લોરિન એન્ડ ક્લેમેન્ટની ભીતર સ્વાઈપ ફૂટ મુવમેન્ટ આ બેજોડ લગેજ જગ્યાને સંપર્કરહિત પહોંચ આપે છે.

 એન્જિન અને ટ્રાન્સમિશન નવી સુપર્બની બોલ્ડ સ્ટાઈલિંગ અને કક્ષામાં અવ્વલ જગ્યા મથાળાં આકર્ષિત કરશે, પરંતુ કારનું આંતરિક કામ તેટલી જ રોમાંચક કથા કહે છે. ઓટોમેટિક સેવન સ્પીડ ડીએસજી ગિયરબોક્સ સાથે મેટેડ નવું 2.0 ટીએસઆઈ પેટ્રોલ એન્જિન નવી સ્કોડા સુપર્બનું હાર્દ છે. 16 વાલ્વ ડ્યુઅલ ઓવરહેડ કેમશાફ્ટ (ડીઓએચસી) સાથે તે 190 પીએસ (140 કેડબ્લ્યુ) પાવર અને 320 એનએમનું પીક ટોર્ક આઉટપુટ પ્રદાન કરવા સાથે પ્રતિ કલાક 15.10 કિલોમીટરની ઈંધણ કાર્યક્ષમતા પ્રદાન કરે છે. તે ફક્ત 7.7 સેકંડમાં કલાક દીઠ 100 કિલોમીટર સુધી એક્સિલરેટ થાય છે અને કલાક દીઠ 239 કિલોમીટર ટોપ સ્પીડ આપે છે.

 સુરક્ષા અને સલામતી સ્કોડા ઓટોમાં સુરક્ષા અગ્રતા છે અને વિકલ્પ નથી. નવી સુપર્બ પર સ્ટાન્ડર્ડ સુરક્ષાના ફીચર્સમાં આઠ એરબેગ્સનો સમાવેશ થાય છે, જેમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, આગળ અને પાછળ સાઈડ એરબેગ્સ, આગળ અને પાછળ કર્ટન એરબેગ્સનો સમાવેશ થાય છે, જે સેગમેન્ટનું સીમાચિહન છે.

 ચેસિસના રક્ષણની માત્રા વધારવા માટે વાહન રફ રોડ પેકેજથી ફિટ કરાયું છે, જે એન્જિન બે, ઓઈલ સમ્પ, ગિયરબોક્સ, રિયર સસ્પેન્શન, લેટરલ આર્મ્સ અને બ્રેક હોસીસ માટે વધારાનું રક્ષણ રચે છે. સ્કોડા સુપર્બ લોરિન એન્ડ ક્લેમેન્ટ આઈબઝ ફેટિગ એલર્ટથી સમૃદ્ધ છે, જે ડ્રાઈવરના થાકનાં કોઈ પણ ચિહનો જણાય તો શોધી કાઢે છે અને તેને કે તેણીને બ્રેક લેવાની જાણ કરે છે.

 ઉપરાંત ઘણા બધા અન્ય સિક્યુરિટી ઈક્વિપમેન્ટ અને સેફ્ટી સપોર્ટ ફંકશન્સમાં એબીએસ (એન્ટી- લોક બ્રેકિંગ સિસ્ટમ), ઈએસસી (ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ), ઈબીડી (ઈલેક્ટ્રોનિક બ્રેક- ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન), એમબીએ (મેકેનિકલ બ્રેક આસિસ્ટ), એમકેબી (મલ્ટી કોલિઝન બ્રેક), એચબીએ (હિલ બ્રેક આસિસ્ટન), એચએચસી (હિલ હોલ્ડ કંટ્રોલ), એએસઆર (એન્ટી સ્લિપ રેગ્યુલેશન), ઈડીએસ (ઈલેક્ટ્રોનિક ડિફરન્શિયલ લોક), ઈન્ટીરિયર મોનિટરિંગ સાથે એન્ટી- થેફ્ટ એલાર્મ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (નવી સુપર્બ લોરિન એન્ડ ક્લેમેન્ટ પર), ઓવરરન સ્પીડ માટે એકોસ્ટિક વોર્નિંગ સિગ્નલ, ફ્લોટિંગ કોડ સિસ્ટમ સાથે એન્જિન ઈમ્મોબિલાઈઝર, પાર્કટ્રોનિક સેન્સર્સ અને આગળ અને પાછળ સ્પીકર્સ અને એન્જિન સ્ટાર્ટ/ સ્ટોપ બટન સાથે કેઈએસએસવાય (કીલેસ એન્ટ્રી, સ્ટાર્ટ અને એક્ઝિટ સિસ્ટમ)નો સમાવેશ થાય છે.

 સ્કોડા સાથે મનની શાંતિ સ્ટાન્ડર્ડ છે સ્કોડા શિલ્ડ પ્લસ 6 વર્ષ સુધી ઝંઝટમુક્ત માલિકી અનુભવ અને બેહદ મનની શાંતિની ખાતરી રાખે છે. તેમાં મોટર ઈન્શ્યુરન્સ, 24 x 7 રોડ સાઈડ આસિસ્ટન્સ અને વિસ્તારિત વોરન્ટીનો સમાવેશ થાય છે. સ્કોડા ઓટો અગાઉ ભારતમાં પ્રથમ 4 વર્ષના સર્વિસ કેર પ્રોગ્રામ રજૂ કરી હતી (4 વર્ષની વોરન્ટી, 4 વર્ષની રોડ સાઈડ આસિસ્ટન્સ અને વૈકલ્પિક 4 વર્ષનું મેઈનટેનન્સ પેકેજ).

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.