Western Times News

Gujarati News

દર્દીઓ સાજા થવાનો દર વધીને 48.19% થયો

PIB Ahmedabad ક્રમબદ્ધ, સક્રીયતાપૂર્ણ અને પૂર્વ-અસરકારક પ્રતિક્રિયા વ્યૂહનીતિ સાથે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 4,835 દર્દીઓ કોવિડ-19 બીમારીમાંથી સાજા થઇ ગયા છે. અત્યાર સુધીમાં કુલ 91,818 દર્દીઓ કોરોના વાયરસ બીમારમાંથી સાજા થયા છે. દેશમાં કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર એકધારો વધી રહ્યો છે અને હાલમાં આ દર 48.19% થઇ ગયો છે. 18 મેના રોજ દર્દીઓ સાજા થવાનો દર 38.29% હતો જ્યારે 3 મેના રોજ આ દર 26.59% અને 15 એપ્રિલના રોજ માત્ર 11.42% હતો.

હાલમાં દેશમાં કોવિડ-19ના 93,332 એક્ટિવ કેસ છે જેમને સક્રિય તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. દર્દીઓ મૃત્યુ પામવાનો દર 2.83% નોંધાય છે. 18મેના રોજ દર્દીઓ મૃત્યુ પામવાનો દર 3.15% હતો. 3 મેના રોજ આ દર 3.25% નોંધાયો હતો જ્યારે 15 એપ્રિલના રોજ 3.30% હતો. દેશમાં દર્દીઓના મૃત્યુ થવાના દરમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. પ્રમાણમાં ઓછો મૃત્યુદર એકધારી દેખરેખ, સમયસર પોઝિટીવ કેસોની ઓળખ અને યોગ્ય તબીબી વ્યવસ્થાપના કારણે નોંધાયો છે.

આમ બે ચોક્કસ વલણો જોવા મળ્યા છે, જેમાં એક તરફ સાજા થવાના દરમાં એકધારો વધારો થઇ રહ્યો છે જ્યારે સામે પક્ષે દર્દીઓના મૃત્યુ થવાનો દર સતત ઘટી રહ્યો છે.

દેશમાં 472 સરકારી અને 204 ખાનગી લેબોરેટરી (કુલ 676 લેબોરેટરી)ની મદદથી કોવિડ-19ના પરીક્ષણની દૈનિક ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 38,37,207 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે માત્ર ગઇકાલે જ 1,00,180 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.