Western Times News

Gujarati News

જોર્જ ફ્‌લોયડના દોષિત પોલીસ ઓફિસર ડેરેક ચૌવિનની પત્નીએ છૂટાછેડાની માંગ કરી

વોશિંગ્ટન, પોલીસ અધિકારી દ્વારા અશ્વેત નાગરિક જોર્જ ફ્‌લોયડની નિર્દય હત્યા બાદ અમેરિકામાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. જોકે, હિંસા બંધ થઈ ગઈ છે. દરમિયાન આરોપી પોલીસ અધિકારી ડેરેક ચૌવિનની પત્ની કૈલીએ તેની સાથે છૂટાછેડા માટે અરજી કરી છે.સુત્રોના જણાવ્યા અનુસાર ૨૫ મેના રોજ જ્યોર્જની હત્યા કરાઈ હતી. કૈલીએ ૨૮ મેના રોજ એક લો ફર્મ દ્વારા છૂટાછેડા માટે અરજી કરી હતી. કૈલીએ પોતે મીડિયા સાથે વાતચીત કરી નહોતી. જોકે, લો ફર્મ દ્વારા બે વાતો સામે આવી છે. પ્રથમ – કૈલીને જ્યોર્જની હત્યાથી ભારે દુખ થયું છે. બીજું – કૈલીએ કહ્યું છે કે તે છૂટાછેડાને બદલે વળતર તરીકે ડેરેક પાસેથી એક પૈસો પણ નથી માંગતી.

અમેરિકામાં જાતિવાદની સમસ્યા પહેલેથી રહી છે. જોર્જની હત્યા પછી લોકો ફરી એકવાર કહી રહ્યા છે કે કાળા લોકોનું જીવન પણ મૂલ્યવાન છે. અમેરિકામાં ઠેર ઠેર પ્રદર્શનો થઇ રહ્યાં છે Âસ્થતિને કાબુમાં લેવા માટે કરફયુ લદાવાયો હતો રોગચાળાને પગલે વિરોધીઓ માસ્ક પહેરી રહ્યા છે. આના પર જુદા જુદા સૂત્રો જોવા મળી રહ્યા છે.

ન્યૂયોર્ક બે સમસ્યાઓથી ઝઝૂમી રહ્યું છે. પહેલી મહામારી અને બીજું વિરોધ પ્રદર્શન. શહેરમાં કરફ્યુ છે છતાં લોકો બહાર નીકળી રહ્યા છે. ઘણા પ્રદર્શનકરનારોની પોલીસે ધરપકડ કરી છે.ન્યૂયોર્કના મેનહટ્ટનમાં પણ વિરોધ થયા છે કેલિફોર્નિયામાં લોકો વાહનો પર બેનરો અને પ્લેકાર્ડ સાથે પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. અહીં પણ, વિરોધમાં મોટે ભાગે શ્વેત નાગરિકો હતા. ટેક્સાસના હ્યુસ્ટનમાં કેટલાક લોકોએ ઘોડા પર બેસીને રેલી કાઢી હતી. વોશિંગ્ટન પછી ન્યૂયોર્ક સ્ટેટમાં સૌથી વધુ વિરોધ પ્રદર્શન થયું છે. મેનહટ્ટનમાં મંગળવારે અનેક રેલીઓ યોજવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે કેટલાક વિરોધીઓને કસ્ટડીમાં લીધા હતા.

વિરોધમાં જોડાયેલા કેટલાક લોકો બાળકોને લઈને પહોંચી રહ્યા છે.જોર્જની હત્યાથી દરેક જણ દુખી છે. પછી તે શ્વેત હોય કે અશ્વેત.બાળકો હોય કે વૃદ્ધ કે યુવાન. દરેકની એક જ માંગ છે કે મૃત્યુ પછી જોર્જને ન્યાય મળે.વિરોધ પ્રદર્શન ચાલુ છે તો પોલીસ અને નેશનલ ગાડ્‌ર્સની તૈયારી પણ કઈ ઓછી નથી. સમાચાર મળ્યા કે વોશિંગ્ટનના લિંકન મેમોરિયલ પર પ્રદર્શનકારી ભેગા થવાના છે. તે પહેલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.