Western Times News

Gujarati News

અંતે આદિવાસીઓના વિરોધ સામે ગુજરાત સરકાર ઝૂકી

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ કામગીરી સામે સ્થાનિક આદિવાસીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા
રાજપીપળા,  સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ કામગીરી સામે સ્થાનિક આદિવાસીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા, રોજે રોજ આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો વધી રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના ૮ આદિવાસી ધારાસભ્યોએ પણ આ કામગીરીનો વિરોધ નોંધાવી રસ્તા પર ઉતરી પડ્યા હતા.

તો બીજી બાજુ, ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ વિવાદને પગલે હાલ પૂરતી કામગીરી સ્થગિત રાખવા સીએમ મોદીને પત્ર લખ્યો હતો. આદિવાસી નેતા અને ધારાસભ્ય છોટુ વસાવા તથા એમના પુત્ર મહેશ વસાવાએ પણ વિરોધ નોંધાવી પીએમ મોદીને ફરિયાદ કરી હતી. આમ જાવા જઈએ તો, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ કામગીરીનો ચારેય તરફથી વિરોધ થઈ રહ્યો હતો.

આદિવાસીઓના વિરોધ સામે આખરે સરકારે ઝુકવું પડયું હતું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ કામગીરી બંધ કરવા આદેશ આપતા કાર્યવાહી હાલ પૂરતી બંધ કરાઈ હતી. આ મામલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેકટર નિકુંજ પરીખે જણાવ્યું હતું કે, જ્યાં સુધી ઉચ્ચ કક્ષાએથી આદેશ નહિ મળે ત્યાં સુધી કામગીરી ચાલુ નહિ થાય. નર્મદા કલેકટર અને અન્ય અધિકારીઓએ આ નિર્ણય લીધો હશે એટલે કામગીરી ગઈકાલથી બંધ કરાઈ છે એમ જણાવ્યું હતું. નર્મદા કલેકટર દ્વારા જા નિર્ણય લેવાયો હોય તો ચોક્કસ એમને સરકાર તરફથી જ તાર-ફેનસિંગ કામગીરી બંધ કરવા કહેવાયું હોવું જાઈએ.

નર્મદા જિલ્લા વહિવટીતંત્ર એકલા હાથે આ નિર્ણય કરે એ વાત બિલકુલ શક્ય જ નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં છેલ્લા ૧૦ દિવસથી ચાલતા વિવાદ અને વિરોધ બાદ આખરે સરકાર જાગી ખરી. બીજું એ કે સરકારે જાહેર કરેલા પેકેજમાં વાંધા સૂચનો માટે વહીવટદારને લેખિત રજુઆત કારી શકાશે. હાલ ૬ ગામ ફેનસિંગનો મુદ્દો રાજકીય બનવાને લીધે પણ આ કામગીરી સ્થગિત થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.