Western Times News

Gujarati News

કેદી છ માસથી જેલમાં બંધ હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ

પ્રતિકાત્મક

કેદીની પત્નીને ક્વોરન્ટાઈન કરવામાં આવી હોવાથી કોર્ટે બાળકોનું ધ્યાન રાખવા માટે જામીન મંજૂર કર્યાં હતાં

અમદાવાદ,  આજની તારીખે કોવિડ ૧૯ પોઝિટિવ પરીક્ષણ કરાયેલા કેદીઓ એવા હતા કે જેઓ જામીન પર અથવા પેરોલ પર બહાર હતા અને ચેપ સાથે જેલમાં પાછા ફર્યા હતા. રાજ્યની ભીડવાળી જેલોમાં વાયરસના ફેલાવાને ટાળવા માટે, ગુજરાત હાઈકોર્ટે ૨૭ માર્ચે આદેશો જારી કર્યા છે કે તે કોઈ પણ કેદી કોરોના પોઝિટિવ છે કે નહીં તેની ખાતરી કર્યા વગર જેલમાં પ્રવેશ નહીં મળે.

ત્યારથી, જામીન અને પેરોલથી પાછા ફરતા તમામ કેદીઓ તેમજ નવા કેદીઓને જેલ મોકલતા પહેલા તેમ ટેસ્ટ કરવામાં આવે છે. જ્યારે અન્ય કેદીઓને જેલમાં પ્રવેશ માટે કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. આ દરમિયાન મનુ દેસાઈ નામના કેદીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, કારણ કે તે કામચલાઉ જામીન પર જેલની બહાર આવવા માંગતો હતો. ત્રણ બાળકોની તબિયત જાખમમાં મૂકાઈ હોવાથી હાઈકોર્ટે તેનો કોવિડ-૧૯ ટેસ્ટ જરૂરી માન્યો હતો.

આ માટે તેની જામીન અરજી ગ્રાહ્ય રાખી હતી. દેસાઈની પત્ની કોવિડ -૧૯ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી અને તેની ક્વોરન્ટાઈન કરવાના પગલે તેના બાળકોની સંભાળ રાખવા માટે કોઈ ન હતું. આ અગાઉ ૧૩ મેના રોજ જ્યારે દેસાઈએ હાઈકોર્ટને વિનંતી કરી હતી કે તે જામીન પર છૂટકારો મેળવવાનો દાવો કરે છે, કારણ કે તેની પત્નીને શંકા છે કે, તેને રોગનો ચેપ લાગ્યો છે. કોર્ટે મહિલાનો ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે દેસાઈને તુરંત જ છૂટા કર્યા ન હતા કારણ કે તેનું ઘર કન્ટેઈનમેન્ટ ઝોનમાં હતું અને કોર્ટને ડર હતો કે તે ચેપ સાથે જેલમાં પાછો ફરશે.

પછીના સંજાગોએ હાઈકોર્ટને દેસાઈ માટે પણ કોવિડ -૧૯ પરીક્ષણનો આદેશ આપ્યો. ગુરૂવારે રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલનો અહેવાલ ઉચ્ચ અદાલતને આપ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે દેસાઈ કોવિડ -૧૯ સકારાત્મક હોવાનું જાણવા મળ્યું છે. આનાથી તેની જામીન થવાની શક્યતા સમાપ્ત થઈ ગઈ હતી અને તેણે જામીન અરજી પરત ખેંચી હતી. એડિશનલ ડિરેક્ટર જનરલ-જેલ, કેએલએન રાવે પુષ્ટિ આપી કે દેસાઈ પહેલો કોવિડ -૧૯ પોઝિટિવ કેસ છે જે જેલની અંદર જાવા મળ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.