Western Times News

Gujarati News

ટાટા પાવરે પસંદગીની MG ડિલરશિપમાં સુપરફાસ્ટ ચાર્જર્સ સ્થાપિત કરવા જોડાણ કર્યું

ભારતમાં ઇલેક્ટ્રોનિક વ્હિકલ્સ (EV) ક્રાંતિના આગામી તબક્કાની શરૂઆત કરીને ભારતની સૌથી મોટી સંકલિત વીજકંપની ટાટા પાવરે આજે MG મોટર સાથે સમજૂતીકરાર (MoU) કર્યા હતા. આ જોડાણના ભાગરૂપે ટાટા પાવર પસંદ કરેલા MG ડિલરશિપ લોકેશન પર 50KW DC સુપરફાસ્ટ ચાર્જર્સ સ્થાપિત કરશે અને ભારતભરમાં MG ડિલરશિપને સંપૂર્ણ EV ચાર્જિંગ સોલ્યુશન્સ ઓફર કરશે.

આ સમજૂતીકરાર વિશે ટાટા પાવર કંપની લિમિટેડનાં સીઇઓ અને એમડી શ્રી પ્રવીર સિંહાએ કહ્યું હતું કે, “અમને સંપૂર્ણ EV ચાર્જિંગ પાર્ટનર તરીકે MG મોટર ઇન્ડિયા સાથે જોડાણ કરવાની ખુશી છે, જે ભવિષ્યમાં બેટરીનાં વપરાશ પર સેકન્ડ લાઇફ તરીકે પણ કામ કરશે. EV ચાર્જિંગ સ્પેસમાં ભારતની અગ્રણી સંપૂર્ણ કંપની તરીકે અમારો ઉદ્દેશ ગ્રાહકોને ચાર્જિંગનો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાનો છે. અમને વિશ્વાસ છે કે, MG મોટર સાથે આ પાર્ટનરશિપ આપણા દેશની ઇલેક્ટ્રિક વાહનોની રેન્જ સ્વીકારવાની ક્ષમતામાં વધુ વધારો કરશે, જેને MG મોટર્સ ઓફર કરશે.”

આ જોડાણ દ્વારા MG મોટરનો ઉદ્દેશ મુખ્ય લક્ષિત શહેરો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, જેઓ તેમની ભવિષ્યની EV વિસ્તરણ યોજનાઓના ભાગરૂપે આગેકૂચ કરશે. આ સુપરફાસ્ટ 50KW DC ચાર્જર્સ MG ZS EV ગ્રાહકો અને CCS/CHAdeMO ચાર્જિંગ સ્ટાન્ડર્ડ સાથે સક્ષમ અન્ય EVના માલિકો એમ બંનેને સુલભ થશે.”

આ જોડાણ વિશે MG મોટર ઇન્ડિયાના પ્રેસિડન્ટ અને એમડી રાજીવ છાબાએ કહ્યું હતું કે, “ભારત પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને વધારે મજબૂત કરીને અમારો ઉદ્દેશ અમારા ગ્રાહકોને સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ મોબિલિટી સોલ્યુશનની સ્વીકાર્યતાને વધારવા મજબૂત ચાર્જિંગ ઇકોસિસ્ટમ પ્રદાન કરવાનો છે. પાવર અને રિન્યૂએબલ એનર્જીના ક્ષેત્રમાં પ્રસિદ્ધ ટાટા પાવર જેવા પાર્ટનર સાથે અમને વિશ્વાસ છે કે, અમે સંયુક્તપણે વિશિષ્ટ સમન્વય પેદા કરીશું.”

MG મોટર ઇન્ડિયાએ પાંચ શહેરો – નવી દિલ્હી-એનસીઆર, મુંબઈ, અમદાવાદ, બેંગાલુરુ અને હૈદરાબાદ એમ પાંચ શહેરોમાં એની ડિલરશિપમાં કુલ 10 સુપરફાસ્ટ 50 kW ચાર્જિંગ સ્ટેશનો ધરાવે છે તથા વધારે શહેરોમાં એનું વિસ્તરણ કરી રહી છે. બીજી તરફ ટાટા પાવર ગ્રાહકને સરળ અને શ્રેષ્ઠ અનુભવ આપવા ડિજિટલ પ્લેટફોર્મ સાથે EZ ચાર્જ બ્રાન્ડ અંતર્ગત 19 જુદાં જુદાં શહેરોમાં 180થી વધારે ચાર્જિંગ પોઇન્ટ સાથે વિસ્તૃત EV ચાર્જિંગ ઇકોસિસ્ટમ સ્થાપિત કરી છે. MG-ટાટા પાવરની પાર્ટનરશિપમાં એના હાલના ગ્રાહકકેન્દ્રિત અભિગમ સાથે હાર્દરૂપ મૂલ્યો અને કાર્યકારી મોડલ સંકળાયેલા હશે, જેમાં EV બેટરીઓની 2ndલાઇફ મેનેજમેન્ટની સંભવિતતા ચકાસવાની બાબત સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.