Western Times News

Gujarati News

કોરોનાથી મૃત્યુ- પોલીસનાં કુટુંબને ૨૫-૨૫ લાખ મળ્યા

Files Photo

સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સ કર્મીઓનાં પરિવારને રાહતની રકમ તરત ચૂકવવા સૂચના
અમદાવાદ,  સમગ્ર રાજ્યમાં અને દેશમાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે ક્યાંક ને ક્યાંક કોરોના વોરિયર્સ પણ તેનાં ભોગ બનતા જાવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં આજે અમદાવાદમાં ૧૦ ડાક્ટરોનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. ત્યારે શહેરમાં નેતાઓ, પોલીસ કર્મીઓ, ડાક્ટરો તેમજ નર્સોથી લઈને કોરોના વોરિયર્સ પણ તેમાં સપડાઈ ગયાં છે.

જેમાં પોલીસ કર્મીઓનાં મોત પણ નિપજ્યાં હોવાંની ઘટનાઓ સામે આવી છે. શહેરનાં પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કોરોનામાં અવસાન પામેલા બે પોલીસ જવાનનાં પરિવારને રાજ્ય સરકારની સહાયનાં રૂ.૨૫ લાખનાં ચેક અર્પણ કરવામાં આવ્યાં હતાં. કોરોના વોરિયર્સને રાજ્ય સરકાર તરફથી મૃત્યુનાં કિસ્સામાં રૂ.૨૫ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા શહેર પોલીસનાં ૩ જવાનોના કોરોનાની ફરજ દરમિયાન અવસાન થયાની દુઃખદ ઘટના બની હતી. જેમાં એક જ પરિવારનાં બે સગાં ભાઈઓ ભરતભાઈ અને મુકેશભાઈનું ૨૦ દિવસનાં ગાળામાં જ અવસાન થયું હતું. પોલિસ કમિશનર આશીષ ભાટિયાએ આજે સવારે પોલીસ કમિશનર કચેરી ખાતે કોરોનામાં અવસાન પામેલ છજીં સ્વ ગોવિંદભાઈ બી. દાતણિયા અને હેડ કોન્સ્ટેબલ સ્વ. ભરતજી સોમાજી ઠાકોરનાં પરિવારનાં સભ્યોને રૂ.૨૫-૨૫ લાખનાં ચેક અર્પણ કર્યા હતાં.

રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં અવસાન પામેલા કોરોના વોરિયર્સ કર્મચારીઓનાં પરિવારને રાહતની રકમ તત્કાલ મળી જાય તેવી સૂચના આપવામાં આવી છે. જેનાં પગલે બંને પોલીસ જવાનોનાં પરિવારને તત્કાલ ધોરણે ચેક અર્પણ કરી દેવામાં આવ્યા હતાં. કોરોનામાં અવસાન પામેલા અન્ય પોલીસ જવાનોનાં પરિવારને આપવાની થતી રાહતની રકમ અંગે કાર્યવાહી ચાલુ હોવાંથી તેઓને પણ ટૂંકમાં ચેક મળી જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.