Western Times News

Gujarati News

પોલીસ જીપ અકસ્માતની ઘટનામાં બંને એફઆઈઆરમાં વિરોધાભાસ

કૃષ્ણનગર પોલીસ સ્ટેશન અને જી ડીવીઝન ટ્રાફિકશાખાની પોલીસ ફરિયાદોમાં બહાર આવેલી વિગતો

(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરના હિરાવાડી ચાર રસ્તા પાસે ગઈકાલે સાંજે ભાવનગરની પોલીસ જીપે સર્જેલી અકસ્માતની હારમાળામાં એક વ્યક્તિઅો મોત નીપજયું છે જયારે બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોચી છે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત શહેરભરમાં પડયા છે ચોંકાવનારી બાબત એ છે કે આ સમગ્ર ઘટનામાં બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં એક કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અને બીજી જી ડીવીઝન ટ્રાફિકશાખામાં નોંધાઈ છે પરંતુ બંને ફરિયાદોમાં વિરોધાભાસ જાવા મળી રહયો છે જેના પરિણામે અનેક વિવાદો સર્જાયા છે.

આ અંગેની વિગત એવી છે કે ગઈકાલે સાંજે હિરાવાડી ચાર રસ્તા પાસે ભાવનગરની પોલીસ જીપે અનેક વાહનોને અડફેટમાં લીધા હતા પોલીસ જીપનો ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ થયો હતો આ ઘટનામાં એક વ્યક્તિને સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું જેના પરિણામે લોકોમાં રોષ ફેલાયો હતો ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા બીજીબાજુ ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી

ઘટનાની જાણ થતાં જી ડીવીઝન ટ્રાફિક શાખાના અધિકારીઓ અને કષ્ણનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતાં નશાબંધી ધારાનો પણ કેસ હોવાથી અકસ્માત ઉપરાંત સ્થાનિક કષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ હતી આમ એક ઘટનામાં જી ડીવીઝન ટ્રાફિક શાખા અને કષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ છે

બંને ફરિયાદો તપાસતા તેમાં વિરોધાભાસ જાવા મળી રહયો છે. એક એફઆરઆઈમાં અકસ્માતનો સમય બીજી એફઆરઆઈ કરતા જુદો જ છે આ ઉપરાંત દારૂની ખાલી બોટલ અંગે પણ બંને એફઆઈઆરમાં જુદી જુદી વિગત રજુ કરવામાં આવી છે આમ એક જ ઘટનામાં નોંધાયેલી બે એફઆઈઆરમાં મહત્વપૂર્ણ મુદ્દા પર વિરોધાભાસ જાવા મળી રહયો છે આ ઘટનામાં ગાંધીનગરમાં મીટીંગમાં હાજરી આપવા આવ્યા બાદ અમદાવાદ પોલીસ જીપ લઈને આવેલા ચાલકે અકસ્માત સર્જયો હોવાનું જાણવા મળી રહયું છે પરંતુ એફઆરઆઈની બંને કોપીઓમાં જાવા મળતા વિરોધાભાસથી અકસ્માત સર્જનારને લાભ થાય તેવુ મનાઈ રહયું છે જાકે આ ઘટનામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ગંભીરતાથી તપાસ કરી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.