Western Times News

Gujarati News

મહામારીના મારમાંથી ઊભા થવા કાપડ ઉદ્યોગનાં હવાતિયાં

ફાઈલ

અમદાવાદ,  અમદાવાદની ઓળખ સમાન કાપડ ઉદ્યોગ લોક ડાઉન બાદ શરૂ થયાને એક અઠવાડિયું પૂરું થયું છે અઠવાડિયામાં અમદાવાદના ૧૦૦ટકા કાપડ બજાર શરૂ થઈ ગયા છે પરંતુ ધંધો નહિવત પ્રમાણમાં થઈ રહ્યો હોવાની વેપારીઓની ફરિયાદ છે. જોકે તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે.

અમદાવાદનું કોટન દેશ અને દુનિયાભરમાં જાણીતું છે ત્યારે હાલ દેશના અન્ય રાજ્યોમાં તેની નિકાસ શરૂ થઈ ગઈ છે જ્યારે ગારમેન્ટ ઉદ્યોગ ઠપ્પ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે અમદાવાદમાં લાખો લોકોને રોજગારી આપતો કાપડ ઉદ્યોગ લગભગ ૭૦ દિવસ સુધી કોરોનાની મહામારીને કારણે બંધ રહ્યો.

ત્યારબાદ સરકારે અર્થતંત્ર ચાલતું રહે તેના માટે ધીરે ધીરે કામ ધંધો શરૂ કરવા વ્યાપારીઓને મંજૂરી આપવાની શરૂઆત કરી અને લગભગ એક અઠવાડિયા થી અમદાવાદના કાપડ બજાર ધીરે ધીરે ખુલવા લાગ્યા હતા.એક અઠવાડિયામાં અમદાવાદના ૧૦૦ ટંક કાપડ બજાર ખુલી ગયા અને વેપારી પેઢી પર આવીને બેસી ગયા. જોકે સામે હજુ ધંધો નહીવત થઇ રહ્યો છે કેવી વેપારીઓ ની બૂમ છે. બે મહિના સુધી લોકોના કામ ધંધા બંધ રહેતા હોવાથી તમામ લોકો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે જેને કારણે લોકોની ખરીદશક્તિ ઘટી છે અને લોકો હાલ કપડું લેવાનું ટાળી રહ્યા છે.

કાપડ બજાર ગતિવિધિ અંગે માહિતી આપતા મસ્કતી કાપડ મહાજનના ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે બજારની સ્થિતિ ઘણી નાજુક છે તેમ છતાંઅમદાવાદનું કોટન કપડું ઉત્તરપ્રદેશ હરિયાણા પંજાબ સહિત દેશના અન્ય રાજ્યોમાં નિકાસ થઈ રહ્યું છે જેને કારણે વેપારીઓને ટર્નઓવર શરૂ થઈ રહ્યા છે. કાપડ બજાર અન્ય અગ્રણી કલ્યાણીએ જણાવ્યું હતું હજુ વ્યાપારીઓને જોઈએ તેવો માલ નથી આવતો હોવાથી વ્યાપાર ખૂબ જ ઓછો થઈ રહ્યો છે. તેમ છતાં ધીરે ધીરે વેપાર-ધંધા ફરીથી કાર્યરત થઇ જશે તેવી વેપારીઓમાં આશા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.